Samsungનું ફોલ્ડેબલ સ્માર્ટફોનનું લોન્ચીંગ સતત બીજીવાર ટળ્યું

16 June, 2019 11:12 AM IST  |  મુંબઈ

Samsungનું ફોલ્ડેબલ સ્માર્ટફોનનું લોન્ચીંગ સતત બીજીવાર ટળ્યું

Mumbai : આજના આ ઝડપી યુગમાં ટેકનોલોજી હરણફાળ ગતીએ પ્રગતી કરી રહ્યું છે. ત્યારે સ્માર્ટ ફોનમાં પણ નવી-નવી ટેકનોલોજી આવી રહી છે. ત્યારે વર્ષ 2018-19 માં ફોલ્ડીંગ સ્માર્ટ ફોનને લઇને માર્કેટ ગરમ રહ્યું હતું. પરંતુ મળી રહેલ માહિતી પ્રમાણે સેમસંગે ફોલ્ડીંગ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. પરંતુ તેમાં ખામી આવતા તે પાછો ખેચ્યો હતો. તેને ફરીથી લોન્ચ કરવાની જાહેરાત પણ સેમસંગે કરી હતી. પણ હવે આ લોન્ચ ફરી પાછી ઠેલવામાં આવી છે.


જુલાઇમાં ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ થવાનો હતો
સાઉથ કોરિયન મોબાઈલ કંપની સેમસંગે ફેબ્રુઆરી મહિનામાં ગેલેક્સી ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. એપ્રિલ મહિનામાં તે લોન્ચ થવાનો હતો. પરંતુ કેટલાંક ટેક એક્સપર્ટ રિવ્યુમાં આ ફોનની સ્ક્રીનમાં ખામી હોવાનું સામે આવ્યું હતું. આ ફોનની સ્ક્રીન થોડો સમય ઉપયોગ કર્યા પછી તૂટી જવાની ફરિયાદો વધે તેવી સંભાવના સામે આવી હતી. જેના પગલે સેમસંગે ફોલ્ડેબલ ફોનનું લેન્ચિંગ જુલાઈ મહિનામાં કરવાની જાણકારી આપી હતી. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, કંપની હવે આ ફોન લોન્ચ નહીં કરે. જ્યાં સુધી તેની તમામ ખામીઓ દૂર નહીં થાય ત્યાં સુધી આ ફોન માર્કેટમાં નહીં લાવે.



At&t એ પણ ફોલ્ડેબલ સ્માર્ટફોનના પ્રી-બુકિંગ રદ્દ કર્યા

જુલાઈમાં પણ ગેલેક્સી ફોલ્ડેબલ લોન્ચ થવાના કોઈ અણસાર ન દેખાતા આખરે અમેરિકાની મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપની એટી એન્ડ ટીએ ગેલેક્સીનાં તમામ પ્રી-બુકિંગ રદ કરી દીધા છે. સાથોસાથ જે લોકોએ આ ફોનનું પ્રી-બુકિંગ કરાવ્યું હતું તેમને પણ કંપની બુકિંગના નાણા પરત કરી રહી છે. એટી એન્ડ ટીએ એક સંદેશામાં જણાવ્યું હતું કે, 'સેમસંગ સમયસર ગેલેક્સી ફોલ્ડેબલ ફોન ઉપલબ્ધ નથી કરાવી શકી તેથી અમે ગેલેક્સી ફોલ્ડેબલનાં તમામ પ્રી-બુકિંગ રદ કરી દીધા છે.'


પ્રી-બુકિંગ રદ્દ થયા બાદ કંપની 7 હજારના ગિફ્ટ વાઉચર પણ આપી રહી છે

લોકોની નારાજગીથી બચવા માટે એટી એન્ડ ટીએ પ્રી-બુકિંગ કરાવનારા લોકોને 100 ડૉલર (અંદાજે 7 હજાર રૂપિયા)નું ગિફ્ટ વાઉચર આપી રહી છે. આ વાઉચરને પછીથી રિડિમ કરી શકાશે. જોકે હજી એ નિશ્ચિત નથી કે, ફોલ્ડેબલ સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે. સેમસંગનાં કૉ.સીઈઓ ડી.જે. કોહે ગત મહિને કહ્યું હતું કે, ગેલેક્સી ફોલ્ડમાં અમને કેટલીક તૃટીઓ મળી છે. આશા છે કે અમે ખૂબ જલ્દીથી આ તૃટિઓ દૂર કરીને યુઝર્સ માટે સારી પ્રોડક્ટ માર્કેટમાં લાવીશું. 

આ પણ વાંચો : 10ઑગસ્ટે લૉન્ચ થઇ શકે છેGalaxy Note10, 64MP કેમેરા સહિત આ બાબતો હશે ખાસ

huawei
એ પણ તેનાં ફોલ્ડેબલ ફોનનું લોન્ચિંગ ટાળ્યું

સેમસંગ બાદ huawei પણ આવા જ ફોલ્ડેબલ ફોન ઉપર કામ શરૂ કર્યું હતું અને ટૂંક સમયમાં જ તે પણ આ ફોન લોન્ચ કરવાની હતી. huaweiનાં પ્રવક્તાએ કહ્યું કે, 'અમે ઉતાવળમાં આવી પ્રોડક્ટ લોન્ચ કરવા નથી માંગતા જે અમારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડે.' જાણકારોનું માનીએ તો, huaweiના આ નિર્ણય પાછળ પ્રોડક્ટની ક્વોલિટી કરતાં વધુ અમેરિકા-ચીનનું ટ્રેડવૉર જવાબદાર છે. આ ટ્રેડવોરનાં કારણે huaweiએ પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ લાવવી પડી છે. huaweiનો ફોલ્ડેબલ ફોન નવી ઓએસ સિસ્ટમ પર સંપૂર્ણપણે નિર્ભર હોય તે વાતને પણ નકારી શકાય તેમ નથી.

samsung technology news