સેમસંગ ગેલેક્સી ફોલ્ડની લોન્ચ ડેટ પાછી ઠેલાઇ, જાણો કારણ

24 April, 2019 04:44 PM IST  | 

સેમસંગ ગેલેક્સી ફોલ્ડની લોન્ચ ડેટ પાછી ઠેલાઇ, જાણો કારણ

સેમસંગ ગેલેક્સી ફોલ્ડ

સેમસંગ ગેલેક્સી ફોલ્ડ વિશ્વનો સૌથી પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન ફરીથી બૉક્સમાં નાખી દેવામાં આવ્યો છે. હકીકતે કેટલાક સેમસંગ ગેલેક્સી ફોલ્ડ વાપરતાં યૂઝર્સે આ રિપોર્ટ કર્યો હતો કે ફોનની સ્ક્રીન તૂટી રહી છે. આ ઘટના બાદ સેમસંગે પણ આ વાત માની અને અનિશ્ચિત સમય માટે પોતાના નવા સ્માર્ટફોન ગેલેક્સી ફોલ્ડની લૉન્ચિંગને અટકાવી દેવામાં આવી છે.

સ્ક્રીન તુટી જવા અંગે કરી રિપોર્ટ

પોતાના બ્લોગ પોસ્ટમાં સેમસંગે કહ્યું કે ગેલેક્સી ફોલ્ડમાં આવતી મુશ્કેલીઓ દરમિયાન લોન્ચ અટકાવવામાં આવ્યું છે, જેનાથી આ મુશ્કેલીઓ પર કામ કરી શકાય. ગયા અઠવાડિયે, કંપનીએ ગેલેક્સી ફોલ્ડના રિવ્યૂ યૂનિટ્સ કેટલાક પબ્લિકેશન્સ અને રિપોર્ટર્સને આપ્યા હતો. તેમણે, પછીથી સ્ક્રીન ક્રેક વિશે રિપોર્ટ કરી. સ્ક્રીન પરથી પ્લાસ્ટિકની ફિલ્મ હટાવ્યા પછી સ્ક્રીન તૂટવાની રિપોર્ટ કરવામાં આવી છે.

જાણો સેમસંગે શું કહ્યું

અમે તાજેતરમાં જ નવી મોબાઇલ કેટેગરી રજૂ કરી છે. એક એવો સ્માર્ટફોન, જેમાં કેટલીય નવી ટેક્નોલોજી અને મટેરિયલ છે. એવું ડિસપ્લે બનાવ્યું છે જે ફોલ્ડ થવા માટે ફ્લેક્સિબલ છે. કેટલાક રિવ્યૂઅર્સએ ગેલેક્સી ફોલ્ડને લઇને તેના સારા પોઇન્ટ્સ જણાવ્યા છે તો કેટલાકે જણાવ્યું કે તેને કેવી રીતે વધુ સારું બનાવી શકાય.

આ પણ વાંચો : iPhoneના ચાહકોને ખુશખબર ફોનમાં મળશે ટ્રિપલ રિયર કેમેરા સહિત, આ ફિચર્સ

કંપનીએ સ્વીકાર્યું કે ગેલેક્સી ફોલ્ડની સ્ક્રીન સાથે કંઇક તકલીફ છે. પ્રારંભિક રિપોર્ટ્સ પ્રમાણે મુશ્કેલીનું કારણ કંઇક એવા સબ્સટાન્સિસ છે જે ડિવાઇસમાં મળ્યા છે. આ જ છે જે ડિસ્પ્લેની પર્ફોર્મન્સ પર અસર પાડે છે. તેનાથી જ ટોટલ સ્ક્રીન બ્લેકઆઉટ થઈ. કંપનીએ એ પણ સુનિશ્ચિત કર્યું છે કે ફોલ્ડેબલ ડિસ્પ્લે પર કામ કરવામાં આવશે અને તેને વધુ ડ્યૂરેબલ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. અત્યારે સેમસંગે ગેલેક્સી ફોલ્ડના નવા લૉન્ચની જાહેરાત નથી કરી, પણ બ્લૉગ પ્રમાણે ફોનની લૉન્ચ ડેટ આગામી સપ્તાહોમાં જણાવી દેવામાં આવશે.

samsung tech news