આજે લૉન્ચ થયું ગેલેક્સી M40 સ્માર્ટફોન, આ છે ફીચર્સ

11 June, 2019 08:30 PM IST  | 

આજે લૉન્ચ થયું ગેલેક્સી M40 સ્માર્ટફોન, આ છે ફીચર્સ

સેમસંગ ગેલેક્સી એમ40

જાણીતી કંપની સેમસંગ ફરી એકવાર ભારતમાં વધુ એક નવો સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. કંપની ગેલેક્સી એમ40 પરથી આજે પડદો ઉઠાવ્યો. સેમસંગ ઇ કૉમર્સ પોર્ટનર એમેઝોન પર આ સ્માર્ટફોન આજે લૉન્ચ કરવામાં આવ્યો. આ સ્માર્ટફોનની યૂએસપી આ ગેલેક્સી એમ40માં પંચ હોલ ડિસ્પ્લે છે. જેમાં સેમસંગ ઇન્ફીટી 0 ડિસ્પ્લે તરીકે ઓળખાય છે. આજે એટલે કે 11 જૂન સાંજે 6 વાગે આ સ્માર્ટફોન લૉન્ચ થવાનું હતું.

આટલી છે કિંમત
સેમસંગ ગેલેક્સી એમ40ને ભારતમાં 19,900 રૂપિયામાં ભારતમાં વેંચવામાં આવશે. આ સ્માર્ટફોનમાં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. હેડસેટનું વેંચાણ 18 જૂન બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. ફોન એમેઝોન ઇંડિયા અને સેમસંગ ઓનલાઇન શૉપ પર ઉપલબ્ધ રહેશે.

આ છે ફિચર્સ
સ્માર્ટફોનના લૉન્ચ થતાં પહેલા ટેક્નોલોજી વિશેની માહિતી આપી દીધી હતી. સેમસંગ ગેલેક્સી એમ40 એન્ડ્રોઇડ 9.0 પર આધારિત વનયૂઆઇ પર ચાલે છે. આ ફોન 6.3 ઇન્ચનો ફુલ એચડી પ્લસ ઇન્ફિનીટી ઓ ડિસ્પ્લે છે. તેના પર કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રૉટેક્શન છે. ડિસ્પ્લે પેનલ કંપનીની સ્ક્રીન સાઉન્ડ ટેક્નોલોજી સાથે આવે છે. આ હેડસેટમાં ઑડિયો વાઇબ્રેશન પ્રૉડ્યૂસ કરે છે ફોનમાં ઑક્ટા-કોર કૉલકૉમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર સાથે એડ્રેનો 612 જીપીયૂ અને 6 જીબી રેમ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : 10ઑગસ્ટે લૉન્ચ થઇ શકે છેGalaxy Note10, 64MP કેમેરા સહિત આ બાબતો હશે ખાસ

ગેલેક્સી એમ40માં છે ટ્રિપલ રેર કેમેરા સેટઅપ
ગેલેક્સી એમ40માં ટ્રિપલ રેર કેમેરા સેટઅપ આપેલું છે પ્રાઇમરી સેન્સર 32 મેગાપિક્સલનું છે આ એઆઇ સીન ઑપ્ટિમાઇઝર અને એફ 1.7 લેન્સ સાથે આવે છે પાછળના ભાગમાં 5 મેગાપિક્સલનો સેકેન્ડરી કેમેરો છે. આ ડેપ્થ સેન્સર પણ છે. ત્રીજો કેમેરો 8 મેગાપિક્સલનો છે, આ અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ સાથે આવે છે. ફોનમાં 4કે વીડિયો રેકોર્ડિંગ, સ્લો મો અને હાઇપરલેપ્સ માટે સપોર્ટ છે.

technology news tech news samsung