સાવધાન: સ્માર્ટ ફોન ઉડાડી દેશે તમારી ઉંઘ

24 December, 2018 07:37 PM IST  | 

સાવધાન: સ્માર્ટ ફોન ઉડાડી દેશે તમારી ઉંઘ

સ્માર્ટફોન, કોમ્પ્યુટરમાંથી આવતો કૃત્રિમ પ્રકાશ આપણી ઉંઘ કરી શકે છે ખરાબ

સ્માર્ટ ફોન અને કોમ્પ્યુટર આપણા જીવનમાં અભિન્ન ભાગ બની ચૂક્યા છે. જીવન જરૂરિયાતના મોટા ભાગના કામમાં આપણે સ્માર્ટ ફોન્સનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ક્યારેક સ્માર્ટ ફોન્સ નુક્સાનકારક પણ બની શકે છે. તેની સૌથી વધુ અસર આપણી ઉંઘ પર થાય છે, ઉંઘ પૂરી ન થવાના ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે મોબાઈલનો કૃત્રિમ પ્રકાશ કેવી રીતે આપણી ઉંઘમાં ખલેલ પહોચાડે છે. વૈજ્ઞાનિકો અનુસાર આ પ્રકાશથી માઈગ્રેન, અનિંદ્રા, બૉડી ક્લોક ખોરવવી જેવી બીમારી થઈ શકે છે.

                                                       કૃત્રિમ પ્રકાશ કરે છે આંખોને નુકશાન 

 

કેમ બગડે છે રૂટિન?

 

અમેરિકા સ્થિત સાલ્ક ઈન્સ્ટીટ્યૂટના સંશોધકોની તપાસ દરમિયાન સામે આવ્યું કે આપણી આંખોમાં રહેલી કેટલીક કોશિકાઓ પ્રકાશના પ્રવાહની પ્રક્રિયા કરે છે. કેમકે આપણી આંતરિક ઘડિયાળને રીસેટ કરે છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે મોબાઈલ સ્ક્રીનની રોશની જ્યારે આંખોની આ કોશિકાઓ કૃત્રિમ પ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે આપણા શરીરની આંતરિક ઘડિયાળ માટે કન્ફ્યુઝન ઉભુ કરે છે, જેનાથી આપણું રૂટિન બગડે છે અને તેની અસર હેલ્થ પર પણ પડે છે. સેલ રિપોર્ટ્સ નામના જર્નલમાં આ જાણકારીને વિસ્તૃતમાં પ્રકાશિત કરી છે.                      

શું છે ઉપાય?

સંશોધનકર્તાઓનું કહેવું છે કે ટેક્નોલોજીની આ દુનિયામાં આ સમસ્યાનો સંપૂર્ણ પણ નિકાલ લાવવો શક્ય જ નથી. જો કે આ બીમારીઓ થતી રોકવાના પ્રયાસો કરી શકીએ છીએ. આ માટે આપણે ઉંઘતા પહેલા જ સ્માર્ટફોનને દૂર મુકી દેવો પડશે અને એવી જગ્યાએ સુવું જોઈએ જ્યાં સંપૂર્ણ અંધારૂ હોય.