રિલાયન્સ જિયોનો નવો ધમાકો, VoWiFiથી નેટવર્ક વગર થઈ શકશે કોલ

27 December, 2018 05:07 PM IST  |  New Delhi

રિલાયન્સ જિયોનો નવો ધમાકો, VoWiFiથી નેટવર્ક વગર થઈ શકશે કોલ

પ્રતીકાત્મક તસવીર

ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો એકવાર ફરીથી ધમાકો કરવાની તૈયારી કરી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાથી Reliance Jio VoWiFi એટલે કે વોઇસઓવર વાઈફાઇનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ સર્વિસ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવી શકે છે. જોકે, કંપની તરફથી હાલ કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. કેટલાક દિવસ પહેલા જ મધ્યપ્રદેશના એક યુઝરે આ સેવાના ટેસ્ટિંગનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ સેવાનું ટેસ્ટિંગ મધ્યપ્રદેશ ઉપરાંત, આંધ્રપ્રદેશ, તેલંગણા અને કેરળમાં પણ કરવામાં આવી રહ્યું છે.

શું છે VoWiFi?

VoWiFi એટલે કે વોઈસઓવર વાઈફાઇથી વાઇફાઈ દ્વારા વોઈસ કોલિંગ કરી શકાય છે. આ ફીચર દ્વારા દેશના દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટીને વધારી સારી બનાવી શકાશે. VoWiFiને VoLTEનું કોમ્પ્લીમેન્ટરી પણ કહી શકાય છે. આ ટેક્નીકના માધ્યમથી પેકેટ વોઈસ સર્વિસને આઇપી દ્વારા વાઈફાઇ નેટવર્કની મદદથી ડિલીવર કરવામાં આવે છે. જેના કારણે VoLTE કોલ્સ અથવા તો Wi-Fi અથવા તો પછી LTE દ્વારા કરી શકાશે.

શું છે VoWiFiના ફાયદા?

VoWiFiનો ફાયદો જેટલો ગ્રાહકોને મળે છે તેટલો જ ટેલિકોમ ઓપરેટર્સ અને મોબાઈલ ઇન્ડસ્ટ્રીને પણ મળે છે. આ ટેક્નીકના કારણે ગ્રાહકો મોબાઈલ નેટવર્ક વગર પણ કોલ કરી શકે છે. જેના કારણે ઇનડોરમાં પણ સારી કનેક્ટિવિટી મળી શકે છે. સાથે જ તે સિમ આધારિત છે અને સુરક્ષિત પણ છે. આ ટેક્નીકથી ટેલિકોમ ઓપરેટર્સને મળનારા ફાયદાની વાત કરીએ તો ટેલિકોમ ઓપરેટર્સને વધુ રેવેન્યુ સંગ્રહ કરવાનો પણ મોકો મળે છે. તેના દ્વારા વોઇસ અથવા વીડિયો ટેલિફોનીનો લાભ યુઝર્સ લઈ શકશે.

reliance