Jio યુઝર્સ આનંદોઃહવે ફ્લાઈટમાં વાપરી શકાશે ઈન્ટરનેટ

16 April, 2019 05:23 PM IST  |  દિલ્હી

Jio યુઝર્સ આનંદોઃહવે ફ્લાઈટમાં વાપરી શકાશે ઈન્ટરનેટ

ફાઈલ ફોટો

રિલાયન્સ જિયોના યુઝર્સ માટે હવે વધુ એક ખુશખબરી આવી છે. જિયો કંઈક એવો પ્રોજેક્ટ લાવ્યું છે જેનાથી તમામ યુઝર્સને ફાયદો થશે. Reliance Jio Infocommમે ઈન ફ્લાઈટ કનેક્ટિવિટી લાયસન્સને ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાં પ્રસ્તાવ મૂક્યો છે. આ સેવા શરૂ થયા બાદ રિલાયન્સ જિયો ઈન્ડિયન અને ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ્સમાં ડેટા ઉપલબ્ધ કરાવી શક્શે. જીયો ઉપરાંત પણ કેટલીક કંપનીઓએ ટેલિકોમ ડિપાર્ટમેન્ટને આ માટે પ્રસ્તાવ મોકલ્યા છે.

ગત વર્ષે ડિસે્બરમાં સરકારે ઈન ફ્લાઈટ્સ પર નિયમો જાહેર કર્યા બાદ Bharti Airtel, Hughes Communications India, અને Tatanet Services જેવી કંપનીઓ લાઈસન્સ માટે લાઈનમાં છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં Hughes Communications India (HCIL) દેશમાં ઈન ફ્લાઈટ અને મેરીટાઈમ કનેક્ટિવિટી મેળવનાર પહેલી કંપની બની ચૂકી છે. તો આ પછીના તરતના જ મહિને Tatanet Servicesએ પમ જાહેરાત કરી હતી કે તેમને ઈન ફ્લાઈટ અને મેરિટાઈમ કનેક્ટિવટી માટે સરકાર તરફથી લાઈસન્સ મળી ચૂક્યુ છે.

reliance mukesh ambani tech news