PUBG Mobileની કમબૅક પર સરકારનું નિવેદન, કહ્યું આ...

17 December, 2020 04:29 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

PUBG Mobileની કમબૅક પર સરકારનું નિવેદન, કહ્યું આ...

ફાઇલ ફોટો

PUBG Mobile Indiaને ઇલેક્ટ્રૉનિક્સ તેમજ સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલય (MeitY) દ્વારા લૉન્ચની પરવાનગી આપવામાં આવી નથી. આ નિર્ણય મંત્રાલય દ્વારા બે જુદી-જુદી આરટીઆઇ આવેદનોના જવાબમાં સંભળાવવામાં આવ્યો છે. ગયા મહિને, PUBG Corporationએ ભારત માટે નવી પબજી મોબાઇલ ઇન્ડિયા ગેમની ટૂંક સમયમાં જ રિલીઝ થવાની જાહેરાત કરી હતી. દક્ષિણ કોરિયન કંપનીએ સપ્ટેમ્બરમાં સરકાર દ્વારા પ્રતિબંધિત મોબાઇલ બેટલ રોયાલ ગેમને ભારતમાં ફરીથી એક નવી રીતે લૉન્ચ કરવા માટે દેશમાં 100 મિલિયન ડૉલર (લગભગ 734 કરોડ રૂપિયા)ના નિવેશનો વાયદો પણ કર્યો હતો.

MediaNama દ્વારા દાખલ આરટીઆઇના જવાબમાં મંત્રાલયે કહ્યું "MeitY કોઇપણ વેબસાઇટ/મોબાાઇલ એપ્લિકેશન/સેવાને શરૂ કરવાની પરવાનગી નથી આપતા. તે પ્રમાણે, MeitYએ PUBG/PUBG Mobile Indiaને પરવાનગી આપી નથી." જણાવવાનું કે આરટટીઆઇ આવેદન આ વાત પર સ્પષ્ટતાની માગ કરતું હતું કે શું Krafton કે તેમના સહાયક PUBG Corporationએ PUBG Mobileના ફરી લૉન્ચ પર પરવાનગી માગી કે મેળવી.

એક જૂદી આરટીઆઇ પણ દાખલ કરવામાં આવી હતી, જેના જવાબમાં મંત્રાલયે કહ્યું કે દેશમાં PUBGના લૉન્ચ માટે કોઇ પરવાનગી આપવામાં આવી નથી. મંત્રાલયે12 ડિસેમ્બરના આપેલા જવાબમાં કહ્યું, "MeitYએ PUBG લૉન્ચ કરવા માટે કોઇ પરવાનગી આપી નથી."

મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આરટીઆઇના જવાબોમાં આ વાત પર કોઇપણ પ્રકારની સ્પષ્ટતા નથી કરી વાત બૅન કરવામાં આવેલી PUBG Mobile વિસે થઈ છે કે આગામી PUBG Moblie India વિશે , જેની માટે તાજેતરમાં જ 'Coming Soon'ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું., MeitYની પ્રતિક્રિયા આ છે કે મંત્રાલય કોઇપણ એપને શરૂ કરવાની પરવાનગી આપતું નથી.

national news tech news technology news