PUBG મોબાઈલ ગેમર્સ માટે આવ્યા આ ગુડ ન્યૂઝ...

12 November, 2020 06:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

PUBG મોબાઈલ ગેમર્સ માટે આવ્યા આ ગુડ ન્યૂઝ...

ફાઈલ ફોટો

પબજી મોબાઈલ ગેમ બૅન થતા જ ઘણા લોકો નારાજ થયા હતા. આ ગેમ યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. ઓનલાઈન મલ્ટિપ્લેયર ગેમ તરીકે દેશમાં આ ગેમને પ્રાધાન્ય આપવામાં આવતુ હતું. જોકે મોબાઈલ ગેમર્સ માટે એક સારા સમાચાર આવ્યા છે.

PUBG Mobile ભારતમાં વાપસી કરી રહી છે. સાઉથ કોરિયન કંપની PUBG કોર્પોરેશને જાહેરાત કરી છે કે કંપની ભારતીય માર્કેટ માટે નવી ગેમ લઈને આવી રહી છે, જેને ખાસ ભારત માટે જ બનાવવામાં આવી છે. આ વખતે ચીની કંપનીઓની સાથે કોઈ ભાગીદારી કરાશે નહીં.

PUBG Corporation મુજબ, ભારતમાં PUBG Mobile India લોન્ચ કરવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે આ નવી ગેમ ડેટા સિક્યોરિટીને ખૂબ સારી રીતે ફોલો કરશે. કંપની ભારતમાં મોટું રોકાણ કરવા પણ તૈયાર છે. PUBG Corporation દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર અખબારી અહેવાલમાં જણાવાયું છે કે, 'Players Unknown Battleground (PUBG)ના ક્રિએટર PUBG Corporation, જે સાઉથ કોરિયન કંપની Kraftonની સબસિડિયરી છે, તે ભારતમાં PUBG Mobile India લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. PUBG Corporation મુજબ, PUBG Mobile India ખાસ ભારત માટે બનાવવામાં આવી છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે વપરાશકર્તાઓને સિક્યોર ગેમ રમવાની તક આપશે.

કંપનીએ ઉમેર્યું કે, કંપની ભારતમાં એક સબિસિડયરી કંપની બનાવશે જેથી ખેલાડીઓ સાથે વધુ સારી રીતે વાતચીત કરી શકે. ભારતની PUBG કંપની 100 કર્મચારીને નોકરી પર રાખશે. આ માટે લોકલ ઓફિસ તૈયાર કરવામાં આવશે અને કંપની લોકલ વ્યવસાય સાથે મળીને અહીં એક ગેમિંગ સેવા ચલાવશે.

technology news tech news