PUBG ગેમર્સ માટે હજી એક રાહતના સમાચાર

18 November, 2020 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

PUBG ગેમર્સ માટે હજી એક રાહતના સમાચાર

ફાઈલ ફોટો

PUBG (પબજી) પ્રેમીઓ આતુરતાથી તેના ભારત પાછા ફરવાની રાહ જોઇ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ રમત જલ્દીથી ભારત પરત ફરશે. આ માટે કંપનીએ એક ટીઝર પણ બહાર પાડ્યું છે. તે જ સમયે, આ લોકપ્રિય રમતથી સંબંધિત માહિતી બહાર આવી રહી છે. ચાલો આપણે જાણીએ કે PUBG માં આ વખતે ડેટા સુરક્ષાની જવાબદારી કોને આપવામાં આવી છે.

ઈનસાઈટસ્પોર્ટમાં આવેલા અહેવાલ મુજબ, પબજી મોબાઇલ ઈન્ડિયામાં, વપરાશકર્તાઓએ નવી આઈડી બનાવવી પડશે નહીં. આમાં, વપરાશકર્તાઓની જૂની ID જ કામ કરશે. આ સિવાય પબજીનું ઇન્ડિયા વર્ઝન ગ્લોબલ વર્ઝનથી થોડું અલગ હશે અને તે જૂની આઈડીથી ચલાવી શકાશે. તે અપડેટ વર્ઝન તરીકે માનવામાં આવે છે. PUBG માટે, વપરાશકર્તાઓને આ વખતે ચકાસણી કરવી પડશે. સલામતી માટે કંપનીએ તેનો અમલ કર્યો છે.

પબજીએ આ વખતે વપરાશકર્તાઓના ડેટાને સુરક્ષિત રાખવા માટે માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસ એઝ્યુર સાથે હાથ મિલાવ્યા છે. ડેટા ગોપનીયતા અને સલામતી અંગે ભારત સરકારના નિયમો અનુસાર, યુઝર્સનો ડેટા સુરક્ષિત રહે તે માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

દક્ષિણ કોરિયાના ક્રાફ્ટન ઇન્ક, કે જે પબજીની માલિકી ધરાવે છે, તેણે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે સુરક્ષા અને ગોપનીયતાની ચિંતા ઘટાડવા માટે એક નવી રમત પબજી મોબાઇલ ઇન્ડિયા બનાવશે. ગયા અઠવાડિયે, કેઆરએફટીને એઝ્યુર પર રમતનું આયોજન કરવા માટે માઇક્રોસોફ્ટ સાથે વૈશ્વિક કરાર કર્યો હતો.

technology news