PUBG મોબાઇલનું ફેક ટ્રેલર સોશિયલ મીડિયા પર વાયરલ

26 November, 2020 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

PUBG મોબાઇલનું ફેક ટ્રેલર સોશિયલ મીડિયા પર વાયરલ

ફાઈલ ફોટો

ઈન્ડિયા સત્તાવાર રીતે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયમાં કંપની તરીકે નોંધાયેલ PUBG (પબજી)નું ટ્રેલર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે જે ટ્રેલર વાયરલ થઈ રહ્યું છે તે બનાવટી છે અને કંપની દ્વારા હજી સુધી ગેમનું ઓફિશિયલ ટ્રેલર લોન્ચ કરાયું નથી.

પબજી મોબાઈલ ઈન્ડિયાના પ્રકાશકોએ તેની વેબસાઇટ પર કેટલાક ટીઝર્સ લોન્ચ કર્યા, જે તેના સોશિયલ મીડિયા ચેનલો પર ઉપલબ્ધ છે. પરંતુ આ ટીઝરમાં PUBG ની લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવી નથી. પબજી મોબાઈલ ઇન્ડિયાની લોન્ચિંગ તારીખ હજી જાહેર થઈ નથી. જો કે, મીડિયાના જુદા જુદા અહેવાલોમાં આ વિશે ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાચોઃ પબજી ગેમર્સ માટે હજી એક રાહતના સમાચાર

એક અહેવાલ મુજબ, પબજી ઇન્ડિયા 21 નવેમ્બર 2020 ના રોજ બેંગલુરુમાં એક કંપની તરીકે નોંધાયેલ છે. અહેવાલો અનુસાર, પબજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર કુમાર કૃષ્ણન અય્યર અને હ્યુનિલ સોહન છે. પબજી કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે પબજી ગેમ શરૂ થવા પહેલાં પબજી મોબાઇલ ઇન્ડિયાની પૂર્વ નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે.

PUBG મોબાઇલ ઇન્ડિયા રમવા માટે, એન્ડ્રોઇડ અને આઇઓએસ વપરાશકર્તાઓ ટેપટેપની રમત શેર સમુદાયમાં પૂર્વ નોંધણી કરાવી શકે છે. આ સુવિધા ફક્ત સમુદાયના સભ્યો માટે જ ઉપલબ્ધ છે. અત્યાર સુધી, લગભગ ત્રણ લાખ વપરાશકર્તાઓએ પબજી રમવા માટે નોંધણી કરાવી છે. ટેપટેપ સ્ટોરનું રેટિંગ 9.8 છે. જોકે, આજ સુધી પબજી ગેમ બનાવતી કંપનીએ કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

technology news