ટિકટૉકની વધી લોકપ્રિયતા, ટોચની કંપનીઓ આપી રહી છે જાહેરાત

07 May, 2019 06:16 PM IST  |  નવી દિલ્હી

ટિકટૉકની વધી લોકપ્રિયતા, ટોચની કંપનીઓ આપી રહી છે જાહેરાત

વધી રહી છે ટિકટૉકની લોકપ્રિયતા

બે અઠવાડિયાના પ્રતિબંધ બાદ ટિકટૉકની લોકપ્રિયતા સતત વધી રહી છે. અને હવે તે જાહેરાતોને પણ આકર્ષી રહી છે. ટિકટૉકે ગયા વર્ષે પોતાના પ્લેટફોર્મ પર જાહેરાતો આપવાનું શરૂ કર્યું હતું. અને તેના પર જાણીતી કંપનીઓની જાહેરાત આવી રહી છે.

આ કંપનીઓ આપે છે જાહેરાત
ટિકટૉક પર વૂનિક, મિંત્રા, શોપક્લૂઝ, સ્નેપડીલ, એડટેક, સ્ટાર્ટઅપ ક્લૂમેથ, માસ્ટર ક્લાસ, વૂટ અને વીયૂ, ડિલિવરી એર ડુંજો. ડેટિંગ એર ટનટન જેવી જાહેરાતો આવે છે.

આ પણ વાંચોઃ TikTok : પ્રતિબંધ હટવા છતાં ગુગલ અને એપ્પલ સ્ટોરમાં નથી દેખાતી એપ

દુનિયાના સૌથી મોટા સ્ટાર્ટઅપમાંથી એક છે ટિકટૉક
બાઈટ ડાંસ ઈંડિયાના એક સેલ અને કસ્ટમર સપોર્ટના પ્રમુખ, સચિન શર્માએ કહ્યું કે, 'ટિકટૉક સાથે દેશભરના લોકો જોડાઈ રહ્યા છે, ત્યાં સુધી કે દૂર દૂરના અંતરિયાળ વિસ્તારમાં પણ લોકો આ એપ્લિકેશનના યૂઝ કરી રહ્યા છે. કારોબારીઓ માટે પણ આ લોકો સાથે જોડાવાનું સારું માધ્યમ છે. ' ચીનની આ વીડિયો શેરિંગ કંપની દુનિયાભરના સૌથી મોટા સ્ટાર્ટઅપમાંથી એક છે.

technology news