Popular Google Doodle Games: આજે રમો HipHop 2017

07 May, 2020 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Popular Google Doodle Games: આજે રમો HipHop 2017

ગૂગલનું આજનું ડૂડલ

ગૂગલની 'Stay Home, Stay Safe' કૅમ્પિન હેઠળ દરરોજ એક નવું ગેમિંગ ડૂડલ મુકવામાં આવે છે. કોરોના વાયરસ (COVID-19)ના સંકટ સમયમાં  લૉકડાઉન દરમ્યાન લોકોને ઘરે જ રહીને રમવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશથી ગૂગલ છેલ્લા આઠ દિવસથી દરરોજ નવા ડૂડલ મુકે છે. આજે પોપ્યુલર ગેમિંગ ડૂડલની આઠમી કડી છે અને આજની ગેમ છે HipHop 2017.

હિપહૉપ એક સ્ટ્રીટ ડાંસ ફોર્મ છે. આ ફોર્મ અમેરિકાના ન્યૂયોર્કમાં બહુ લોકપ્રિય છે. HipHop 2017 ગૂગલે સૌ પ્રથમ 2017 માં ડૂડલમાં મુકી હતી અને હવે Popular Google Doodle Games અંતર્ગત આજે ફરી એકવાર ડૂડલમાં મુકી છે. ગૂગલે હિપહૉપના જન્મની 44મી વર્ષગાંઠ નિમિત્તે 2017 માં આ ડૂડલ બનાવ્યું હતું.

આજના ડૂડલમાં ગ્રૈફિટીની મદદથી એક દિવાલ પર ડૂડલ લખેલું દેખાય છે. ગ્રૈફિટી એક આર્ટ છે, જે દિવાલો અથવા મોટી જગ્યા પર બનાવવામાં આવે છે. આ ગેમ રમવા માટે અત્યારે જ ડૂડલ પર જાઓ અને પ્લે પર ક્લિક કરો.

લોકોને ઘરે રહેવા માટે પ્રેરિત કરવા ગૂગલ દરરોજ એક નવી ડૂડલ ગેમ મુકે છે.

google tech news technology news