Popular Google Doodle Games: આજે રમો Halloween 2016

06 May, 2020 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Popular Google Doodle Games: આજે રમો Halloween 2016

ગૂગલનું આજનું ડૂડલ

ગૂગલની 'Stay Home, Stay Safe' કૅમ્પિન હેઠળ દરરોજ એક નવું ગેમિંગ ડૂડલ મુકવામાં આવે છે. કોરોના વાયરસ (COVID-19)ના સંકટ સમયમાં  લૉકડાઉન દરમ્યાન લોકોને ઘરે જ રહીને રમવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશથી ગૂગલ છેલ્લા સાત દિવસથી દરરોજ નવા ડૂડલ મુકે છે. આજે સાતમી કડીમાં ડૂડલ છે Halloween 2016.

હૈલોવીનની થીમ હંમેશા હૉરર હોય છે અને આજની ગેમની થીમ પણ આજ છે. આ ગેમ ગૂગલે પહેલા 2016માં મુકી હતી અને આજે ફરી ડૂડલ પર લગાવી છે.

આજના ડૂડલમાં એક બિલાડી છે, જેને હૈલોવીનના અવસર પર બૂતોએ ઘેરી લીધી છે. બિલાડીએ જાદુઈ સ્પેલની મદદથી તેમણી સાથે લડવાનું છે અને વધુમાં સ્લોક બનાવવાનો છે.

આ ગેમ રમવા માટે ડૂડલ પર જઈને પ્લે પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને શીખવાડવામાં આવશે કે કઈ રીતે માઉસની મદદથી સ્પેલ કાસ્ટ કરવાનું છે. યોગ્ય સ્પેલ કાસ્ટ કરીને ગેમમાં આગળ વધવાનું રહેશે.

ગૂગલ લોકોને ઘરે રહેવા માટે પ્રેરિત કરવા માટે દરરોજ નવી નવી ગેમ આપે છે.

google tech news technology news