Google Doodle: જાણો કોણ હતા પુ.લ દેશપાંડે, ગૂગલે ડૂડલ બનાવીને કર્યા યાદ

08 November, 2020 01:20 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Google Doodle: જાણો કોણ હતા પુ.લ દેશપાંડે, ગૂગલે ડૂડલ બનાવીને કર્યા યાદ

તસવીર સૌજન્ય ગૂગલ પરથી લેવામાં આવેલું સ્ક્રીન ગ્રૅબ

પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે (Purushottam Laxman Deshpande)ને મહારાષ્ટ્ર (Maharashtra)ના લાડલા વ્યક્તિત્વ કહેવામાં આવે છે. તેમનું સાહિત્ય અંગ્રેજી (English Literature) અને કન્નડ (Kannada Literature) સહિત અનેક ભાષાઓમાં મળે છે. મરાઠી ફિલ્મોમાં અભિનયની સાથે તેમણે ફિલ્મોની પટકથા અને સંવાદ પણ લખ્યા છે.

ગૂગલે આજે 8 નવેમ્બરના ડૂડલ બનાવીને મરાઠીના જાણીતા લેખક પુ. લ. દેશપાંડેને યાદ કર્યા છે. અભિનેતા, પટકથા લેખક, સંગીતકાર, ફિલ્મ નિર્દેશક અને વક્તા પુ. લ. દેશપાંડેનું આખું નામ પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે છે. તેમનો જન્મ 8 નવેમ્બર 1919ના રોજ મુંબઇમાં થયો હતો.

પુ.લ. દેશપાંડેની જાણીતી ફિલ્મો જેમાં તેમણે અભિનય કર્યો હતો, તેમાં સૌથી ખાસ છે, કુબેર, ભાગ્યરેખા અને વંદે માતરમ. આજે પુ.લ. દેશપાંડેની 101મી જયંતી છે.

ખાસ અંદાજમાં તેઓ પોતાનું નામ લખતા
પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે પોતાનું નામ હંમેશાં એક અનેરા અંદાજમાં લખતા હતા. તેઓ પોતાના નામના બે શરૂઆતના અક્ષરોથી પોતાનું નામ લખતાં અને તે કંઇક આ રીતે હતું. પુ. લ દેશપાંડે.

પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડેને મહારાષ્ટ્રના લાડલા વ્યક્તિત્વ કહેવામાં આવે છે. તેમનું સાહિત્ય અંગ્રેજી અને કન્નડ સહિત અનેક ભાષાઓમાં મળે છે. તેમણે લખેલું કેટલુંક સાહિત્ય ગુજરાતી માધ્યમમાં મરાઠી વિષય ભણતાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકમાં પાઠ સ્વરૂપે પણ ભણવામાં આવ્યું છે. મરાઠી ફિલ્મોમાં અભિનયની સાથે તેમણે ફિલ્મોની પટકથા અને સંવાદ પણ લખ્યા. તેમને ભારત સરકારે પદ્મભૂષણથી નવાજ્યા પણ હતા.

પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડેએ કેટલાક વર્ષો સુધી કર્ણાટકના રાણી પાર્વતી દેવી અને મુંબઇના કીર્તિ કૉલેજમાં પ્રૉફેસર તરીકે પણ કામ કર્યું. તે સમયમાં દૂરદર્શનમાં કામ કરતા દેશપાંડે પહેલી એવી વ્યક્તિ હતી જેમણે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂને મળ્યા હતા.

બનાવી કેટલીય યાદગાર ટ્રાવેલ ડૉક્યૂમેન્ટ્રીઝ
ત્યાર પછી તેમણે ફ્રાન્સ અને પશ્ચિમ જર્મનીમાં પણ કામ કર્યું. આ દરમિયાન તેમણે કેટલીય અવિસ્મરણીય ટ્રાવેલ ડૉક્યૂમેન્ટ્રીઝ બનાવી. તેમને અંમલદાર, ગુલાચા ગણપતિ, દેવબાપ્પા જેવી મરાઠી ફિલ્મોમાં સંગીત આપવા માટે ઓળખવામાં આવ્યા.

પુ.લ દેશપાંડેએ હિન્દી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. સિનેમામાં યોગદાન માટે તેમમે 1990માં પદ્મભૂષણ, 1993માં પુણ્ય ભૂષણ, 1996માં પદ્મ શ્રી, 1965માં સાહિત્ય અકાદમી પુરસ્કાર, 1979માં સંગીત નાટક અકાદમી ફેલોશિપ, મહારાષ્ટ્ર ભૂષણ અવૉર્ડ 1996માં અને 1987માં કાલીદાસ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

12 જૂન 2000ના પુ.લ દેશપાંડેએ પુણેમાં અંતિમ શ્વાસ લીધા.

google tech news technology news