Paytm Mini App Store: પેટીએમએ લૉન્ચ કર્યો પોતાનો મિની એપ સ્ટોર

05 October, 2020 05:05 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Paytm Mini App Store: પેટીએમએ લૉન્ચ કર્યો પોતાનો મિની એપ સ્ટોર

Paytm Mini App Store: પેટીએમએ લૉન્ચ કર્યો પોતાનો મિની એપ સ્ટોર

પેટીએમ મિની એપ સ્ટોર (Paytm Mini App Store)ને ડિજિટલ પેમેન્ટ એપ (Digital Payment App)માં લૉન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ આની જાહેરાત સોમવારે કરી. મૂળ એપ્લિકેશન અને ડેવલપર ટૂલ આપવાને બદલે પેટીએમ પ્રૉગ્રેસિવ વેબ એપ્સ (PWA) લિન્ક આપે છે. જે સામાન્ય એપ્સ છે, આ કોઇ ઇન્સ્ટોલેશન વગર વેબ બ્રાઉઝર પર ચાલી શકે છે. અત્યાર સુધી, મિની એપ સ્ટોરમાં ફક્ત અમુક જ એપ લિસ્ટેડ છે. જો કે, પેટીએમની યોજના આગામી દિવસોમાં 300 સેવાઓ લિસ્ટેડ કરવાની છે. પેટીએમની પ્રેસ રિલીઝ પ્રમાણે, મિની એપ સ્ટોરને ભારતમાં નાના ડેવલપર્સ અને વ્યવસાયોની મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે HTML અને જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને ઓછા-ખર્ચમાં અને સરળતાથી બનતી એપ્સ તૈયાર કરશે. પેટીએમએ કહ્યું કે આ એપ્સ પેટીએમ એપની અંદર જ એક વિંડની અંદર ખુલે છે અને લિસ્ટિંગ પણ મફત થશે.

બીટા ટેસ્ટ ચરણમાં છે મિની એપ સ્ટોર
મિની એપ સ્ટોર છેલ્લા કેટલાક સમયથી બીટા ટેસ્ટ ચરણમાં છે અને પહેલાથી જ કેટલીક એપ્સ જેમ કે AQI Monitor, EMI Calculator, MojoPizza,Horoscop, Speedtest અને Unit Converter પૉપ્યુલર છે. પેટીએમએ કહ્યું કે 300થી વધારે એપ આધારિત સેવા પ્રદાતા પહેલાથી જ આ કાર્યક્રમમાં સામેલ થઈ ચૂક્યા છે, જેમાં ડેકાથલૉન, ડોમિનોઝ પિઝ્ઝા, ફ્રેશમેનૂ, નેટમેડ્સ, નોબ્રોકર, ઓલા અને અન્ય સામેલ છે. આ એપ્સ તરફથી આશા છે કે તે ટૂંક સમયમાં જ મિની એપ સ્ટોરમાં પોતાની જગ્યા બનાવશે.

ડેવલપર્સ પણ ઉપલબ્ધ કરાવશે પેટીએમ
પેટીએમ, પેટીએમ વૉલેટ, પેટીએમ પેમેન્ટ્સ બૅન્ક અને યૂપીઆઇ સહિત મફત પેમેન્ટ એવેન્યૂ સાથે ડેવલપર્સ પણ આપશે. જો કે, એ ધ્યાન આપવું જોઇએ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ માટે બે ટકા વધારે શુલ્ક લગાડવામાં આવે છે. ડેવલપર્સ માટે પેટીએમએ એનાલિટિક્સ, પેમેન્ટ સંગ્રહ અને ઉપયોગકર્તાઓ સાથે સારી રીતે જોડાવા માટે વિભિન્ન માર્કેટિંગ ટૂલ માટે એક ડેશબૉર્ડ પણ આપવામાં આવ્યું છે.

પેટીએમ મિની એપ સ્ટોર સુધી આ રીતે પહોંચો
મિની એપ સ્ટોર સુધી પહોંચવા માટે, તમારી પેટીએમ એપ ઓપન કરો. હોમ પેજ પર, પૉપ-એપ મેનૂ પરથી શૉ મોર મિની એપ સ્ટોર પર ક્લિક કરો. પોર્ટલ યૂઝર્સને કોઇપણ એક્સ્ટ્રા ડાઉનલોડ કે ઇન્સ્ટૉલ કર્યા વગર, એપ્સના માધ્યમે પેમેન્ટ ઉપયોગ અને પેમેન્ટ કરવા માટે સીધી પરવાનગી આપે છે.

નોંધનીય છે કે ગયા મહિને ગૂગલ પ્લે સ્ટોર પરથી પેટીએમની એપ હટાવી દેવામાં આવી હતી.

google tech news technology news