Googleએ Paytmને Play Store પરથી ખસેડી, પૉલિસી ઉલ્લંઘનનો આરોપ

18 September, 2020 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Googleએ Paytmને Play Store પરથી ખસેડી, પૉલિસી ઉલ્લંઘનનો આરોપ

પેટીએમ

ભારતની (Indian Digital Payment Company) ડિજીટલ પેમેન્ટ કંપની પેટીએમ (Patm)ને ગૂગલે (Google) ઝટકો આપ્યો છે. કંપનીની એપ્લિકેશન ગૂગલ (Google Play Store) પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. કંપની પર નિયમોના ઉલ્લંઘનનો આકોપ છે. પેટીએમ તરફથી ટ્વીટ (Tweet) કરીને આ માહિતી આપવામાં આવી છે કે પ્લેસ્ટોર પર હાલ આ એપ્લિકેશન અમુક સમય માટે ઉપલબ્ધ નહીં હોય.

પેટીએમએ શુક્રવારે એક ટ્વીટ કરીને લખ્યું, "ડિયર પેટીએમર્સ, પેટીએમ એન્ડ્રોઇડ એપ નવા ડાઉનલોડ અને અપડેટ્સ અને અપલોડ માટે ઉપલબ્ધ નથી. અમે ટૂંક સમયમાં જ પાછાં આવશું. તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તમે પેટીએમ સામાન્ય રીતે વાપરી શકશો."

ગૂગલ તરફથી પણ આ અંગે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

google technology news