પાર્ટીમાં કેવો કરશો મેક-અપ?

27 December, 2011 08:22 AM IST  | 

પાર્ટીમાં કેવો કરશો મેક-અપ?

હવે પાર્ટીઓની સીઝન શરૂ થઈ ગઈ છે એવામાં કપડાં, જ્વેલરી બધું જ ચળકતું હોય ત્યારે રાતે સ્ક્રિન પણ ચળકે એમાં કંઈ ખોટું નથી. વન-પીસ ડ્રેસ હોય, ગાઉન હોય કે પછી જીન્સ સાથે મૅચ કરેલું એક વેસ્ટર્ન સ્ટાઇલ ટૉપ; પાર્ટીમાં મેક-અપ થોડો લાઉડ ચાલશે. જાણીએ પાર્ટી સીઝનમાં મેક-અપ કરવાની રીત.

ખૂબ લાઇટ લિક્વિડ ફાઉન્ડેશન આખા ફેસ અને નેક પર ઈવનલી લગાવો. જો ડ્રેસમાં ખભા અને પીઠનો ભાગ ખુલ્લો હોય તો એને પણ ફાઉન્ડેશન લગાવો. ફાઉન્ડેશનનો શેડ સ્ક્રિન-ટોન પ્રમાણે પસંદ કરવો. ફાઉન્ડેશન સ્ક્રિનને ઈવન બનાવે છે એટલે ચહેરા પરના ડાઘ અને કરચલીઓ છુપાઈ જાય છે.

ફાઉન્ડેશન લગાવી લીધા પછી આંખોના મેક-અપની શરૂઆત કરો. એક ટ્રાન્સપરન્ટ જેવા શિમરી શેડને ઉપરની આઇ-લીડ પર સેન્ટરમાં લગાવો અને પછી સાઇડ્સને ડાર્ક શેડથી ડિફાઇન કરો. આખી આઇ-લીડ આઇ-શેડોથી કવર થવી જોઈએ. આજકાલ પાર્ટીઓમાં સ્મોકી આઇઝનો ટ્રેન્ડ છે. સ્મોકી આઇ-પેન્સિલ કે પછી લાંબું ખેંચેલું લાઇનર થોડો ડ્રામેટિક લુક આપશે.

શાઇની બ્લૅક, ગ્રીન કે બ્લુ આઇ-પેન્સિલ લાઇનરની જેમ લગાવી શકાય. જો મેટ બ્લૅક લાઇનર લગાવશો તો શિમર આઇ-શૅડો અને મેટલાઇનર વચ્ચેનો તફાવત તરી આવશે, પણ આ સીઝનમાં એ લુક પણ ઇન છે. હવે થોડું બ્રૉન્ઝર લઈને ગાલ પરનાં હાડકાં એટલે કે ચીક બોન પર લગાવો. પિચ કે પિન્ક બેઝવાળું બ્રૉન્ઝર સારું લાગશે.

બ્લૅક ડ્રેસ સાથે રેડ અને મરૂન રંગની લિપસ્ટિક સારી લાગે છે એટલે લિપ્સ પર સૌથી પહેલાં જે કલરની લિપસ્ટિક લગાવવી હોય એ કલરનું જ અથવા થોડું લાઇટ લિપલાઇનર લગાવો. ત્યાર બાદ લિપ-બ્રશથી લાઇનરની અંદરના ભાગમાં લિપસ્ટિક ભરો. એક વાર લગાવ્યા પછી એક મિનિટ સુધી લિપસ્ટિકને સેટ થવા દો. ત્યાર બાદ બીજો કોટ લગાવો. છેલ્લે લિપસ્ટિક પર શાઇની લિપ-ગ્લૉસ લગાવો. જો ડ્રેસ એ પ્રકારનો હોય તો ફક્ત ન્યુડ શિમરિંગ લિપ-ગ્લૉસ પણ સારો લાગશે. આટલો મેક-અપ પતાવ્યા બાદ છેલ્લે આખા ફેસ, નેક, શોલ્ડર અને જો બૅકલેસ ડ્રેસ હોય તો પીઠ પર ફેરી ડસ્ટ (ચળકતો પાઉડર) લગાવો. એનાથી બૉડી શાઇન મારશે.

શાઇની એટલે વધુપડતો નહીં
ચમકીલો મેક-અપ રાતના સમયે સારો લાગે છે; પણ એ વધારે ન લગાવવો, કારણ કે શિમરી મેક-અપ ફક્ત ફેસ પર થોડી શાઇન વધારવા માટે છે. વધુપડતી ચમકથી તમારો ફેસ ડિસ્કો બૉલ જેવો લાગશે. ડાર્ક કલરનો આઇ-શૅડો કે ડાર્ક પિન્ક કલરના બ્લશ સાથે વધુપડતી ચમક સારી નહીં લાગે. આ લુક ભયાનક તેમ જ હાસ્યાસ્પદ લાગી શકે છે એટલે જે પણ કરો એ થોડું ધ્યાનથી અને થોડી સ્ટાઇલથી કરો મેક-અપ માટે શું જોઈશે?

લિક્વિડ ફાઉન્ડેશન
લાઇટ શાઇની આઇ-શૅડો
શિમરિંગ આઇ-પેન્સિલ
શિમર લિપગ્લૉસ કે લિપસ્ટિક
બ્રૉન્ઝર
અને જો જોઈએ તો ફેરી ડસ્ટ
(એક પ્રકારનો ચળકતો પાઉડર)