હવે ગૂગલ મેપ આ ફિચરથી દર્શાવશે કે તમારા એરિયામાં કોરોનાના કેટલા કેસ છે

24 September, 2020 01:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે ગૂગલ મેપ આ ફિચરથી દર્શાવશે કે તમારા એરિયામાં કોરોનાના કેટલા કેસ છે

ફાઇલ તસવીર

ગૂગલ મેપ એ પોતાના યુઝર્સ માટે એક ખૂબ જ સ્પેશ્યલ ફિચર લૉન્ચ કર્યું છે. આ સવલતથી તમે જાણી શકશો કે તમારા વિસ્તારમાં કોરોનાના કેટલા દર્દીઓ છે. આ સુવિધા Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. આમાં, તમને કોરોના ચેપ વિશેની માહિતી જ નહીં, પણ તમને કોરોના વાયરસથી સંબંધિત અપડેટ્સ પણ મળશે.

ગૂગલ મેપએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા COVID લેયર વિશે માહિતી શેર કરી છે. ટ્વીટમાં જણાવાયું છે કે ગૂગલ મેપ્સમાં એક લેયર ફિચર ઉમેરાયું છે અને તે નવા Covid-19 કેસિઝ સહિત તમારા વિસ્તારમાં વાઇરસના દર્દીઓની સંખ્યાને લગતા અપડેટ્સ પ્રદાન કરશે. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ સુવિધા Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવશે. આ અપડેટ આ અઠવાડિયાથી લાગુ કરાશે.

કંપનીએ આપેલી માહિતી પ્રમાણે ગૂગલ મેપમાં એક લેયર બટન આપવામાં આવશે જે સ્ક્રીનની જમણી બાજુ  હશે. આ બટનને ક્લિક કર્યા પછી, તમને COVID-19 માહિતીનું બટન મળશે. આ ક્લિક પછી, આ મેપ કોવિડની સ્થિતિ અનુસાર બદલાશે. તે વિસ્તારના 100,000 લોકો દીઠ સરેરાશ સાત દિવસના નવા કેસની સંખ્યા દર્શાવશે અને તે પણ દર્શાવશે કે આ વિસ્તારમાં કેસ વધી રહ્યા છે કે ઓછા છે.

આ સિવાય, ગૂગલ તેના યૂઝર્સ માટે માટે કલર કોડિંગની સુવિધા પણ ઉમેરી રહ્યું છે, જે યૂઝર્સને એક ક્ષેત્રમાં નવા કેસોની ઇન્ટેનસિટી પારખવામાં મદદ કરશે. આ ઉપરાંત, ટ્રેંડિંગ મેપ ડેટા ગૂગલ મેપને સપોર્ટ કરનારા તમામ 220 દેશો અને પ્રદેશોના દેશમાં વાઇરસનું સ્તર બતાવશે. આ ડેટાની માહિતી રાજ્ય, પ્રાંત, કાઉન્ટી અને શહેર કક્ષાએ ઉપલબ્ધ થશે.

google tech news technology news