Nokia સૌથી સસ્તો 5G સ્માર્ટ ફોન લોન્ચ કરશે

22 August, 2019 08:10 PM IST  |  Mumbai

Nokia સૌથી સસ્તો 5G સ્માર્ટ ફોન લોન્ચ કરશે

Mumbai : ભારતમાં સૌથી જુની મોબાઇલ કંપની Nokia એ ફરી માર્કેટમાં સ્માર્ટ ફોનની દુનિયામાં હલચલ મચાવવા આવી રહી છે. 5G સ્માર્ટ ફોન સેગમેન્ટમાં ઘણી કંપનીઓ પોતાના ફ્લેગશિપ ફોન લોન્ચ કરી ચૂકી છે. HMD ગ્લોબલ કંપની ભારતીય બજારમાં અફોર્ડેબલ 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીના ચીફ પ્રોડક્ટ ઓફિસર જૂહો સારવિકાસના જણાવ્યા મુજબ આ સ્માર્ટફોનને વર્ષ 2020 સુધી લોન્ચ કરવામાં આવશે.


અન્ય હરીફ કંપનીઓના 5G સ્માર્ટ ફોનની કિંમત કરતા સસ્તો ફોન હશે : HMD
HMD કંપનીના ચીફ પ્રોડક્ટ ઓફિસર જૂહો સારવિકાસે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, ‘5G ફોનના મેન્યુફેક્ચરિંગ પર કામ ચાલી રહ્યું છે. આશા છે કે આ ફોન બજારમાં ઉપલબ્ધ અન્ય 5G ફ્લેગશિપ ફોનની સરખામણીએ અડધી કિંમતનો હશે. બજારમાં પ્રવેશતાં જ વધુ સસ્તા સેગમેન્ટમાં 5G સ્માર્ટફોન લાવવાની આ એક ખાસ તક છે.

આ પણ જુઓ : Sanjana Ganesan: જુઓ એન્જિનિયરમાંથી સ્પોર્ટ્સ એન્કર બનેલી ગ્લેમર ગર્લના ફોટોસ

Samsung, One+ સહીતની કંપનીઓ 5G ફોન લોન્ચ કરી ચુકી છે
ગ્લોબલ માર્કેટમાં સેમસંગ, વન પ્લસ અને એલજી કંપનીએ પોતાના 5G ફોન લોન્ચ કર્યા છે, તેની કિંમત આશરે 70 હજારની આસપાસ છે. રિઅલમી પણ તેના 5G સ્માર્ટફોનને આવતા વર્ષે લોન્ચ કરશે. તેને જોઈને નોકિયાએ પોતાના 5G સ્માર્ટફોનને સસ્તી કિંમતમાં લોન્ચ કરવાનો વિચાર કર્યો છે.

technology news nokia