Nokia C3 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ, કિંમત છે માત્ર 7,499 રૂપિયા

25 August, 2020 05:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Nokia C3 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ, કિંમત છે માત્ર 7,499 રૂપિયા

ફાઈલ તસવીર

HMD ગ્લોબલે ભારતમાં Nokia C3 ફોન લૉન્ચ કર્યો છે. આ બજેટ સ્માર્ટફોન છે અને તેની કિંમત 7499 રૂપિયાથી શરૂ થાય છે. તેના બે વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. બેઝ વેરિયન્ટમાં 2 જીબી રેમ સાથે 16 જીબી સ્ટોરેજ છે, જ્યારે બીજા વેરિયન્ટમાં 3 જીબી રેમ સાથે 32 જીબી સ્ટોરેજ છે.

Nokia C3નું વેચાણ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. 10 સપ્ટેમ્બરથી નોકિયાની વેબસાઇટ પર પ્રી બુકિંગ શરૂ થઈ જશે. આ સ્માર્ટફોનના સ્યાન અને સેન્ડ કલરનો ઓપ્શન સાથે રજૂ કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું છે કે તેની સાથે 1 વર્ષની રિપ્લેસમેન્ટ ગેરેંટી પણ આપવામાં આવશે.

આ છે Nokia C3ના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

Nokia C3માં 5.99 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે અને આઈપીએસ પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટાકોર યુનિસોક પ્રોસેસર આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે સિંગલ રીઅર કૅમેરો આપવામાં આવ્યો છે, જે 8 મેગાપિક્સલનો છે. એની સાથે એલઇડી ફ્લેશ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો પણ આપવામાં આવ્યો છે.

Nokia C3માં માઇક્રો એસડી કાર્ડનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં એફએમ જીપીએસ, માઇક્રો યુએસબી, હેજફોન જેક સહિત 4G LTE જેવા ફીચર્સ પણ આપ્ય છે.

Nokia C3માં ડેડિકેટેડ ગૂગલ અસિસ્ટન્ટ માટે બટન આપ્યું છે. આ ફોનમાં રિયર ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપ્યું છે. સાથે જ ફોનની બેટરી 3040mAhની છે.

nokia tech news technology news