Netflix ભારતમાં માત્ર 250/- નો સસ્તો પ્લાન લાવી રહ્યું છે, હશે નવા ફિચર

22 July, 2019 10:51 AM IST  |  Mumbai

Netflix ભારતમાં માત્ર 250/- નો સસ્તો પ્લાન લાવી રહ્યું છે, હશે નવા ફિચર

Mumbai : વીડિયો સ્ટ્રીમિંગ કંપની Netflixએ ભારતમાં સસ્તા મોબાઈલ પ્લાન જાહેર કરવાની યોજના બનાવી છે. કંપની આ પગલું ભારતમાં વધતી સ્પર્ધાને ચાલતા ઉઠાવ્યું છે. આ સમયે ભારતમાં ઘણી વીડિયો સ્ટ્રીમિંગ કંપનીઓ આવી ગઈ છે, જેના લીધે સ્પર્ધા ચરમ સીમાએ પહોંચી ગઈ છે. કંપનીનું માનવું છે કે ભારતીય બજારમાં વૃદ્ધિ કરવું એ એક મેરથોન ગેમ જેવું છે. કંપની ભારતીય યૂઝર્સ માટે સસ્તો પ્લાન આ વર્ષના ત્રીજી ત્રિમાસિકમાં જાહેર કરવામાં આવશે.


આ પ્લાન વધારેમાં વધારે યૂઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહેશે. કંપની ગત ઘણા મહિનાઓથી મોબાઈલ યૂઝર્સ માટે 250 રૂપિયાનો માસિક પ્લાનનું ટેસ્ટિંગ કરી રહી છે. વર્તમાન સમયની વાત કરવામાં આવે તો કંપનીનો તાજેતરનો પ્લાન 500 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે. કંપની એક એવા ફીચર પર પણ કામ કરી રહી છે જેના થકી તમે Netflix પર વીડિયો જોતા સમયે બીજા કામ પણ કરી શકશો. આ પિક્ચર ઈન પિક્ચર મોડ હશે. તેમાં કોમ્પ્યુટર પર બીજું કામ કરતા Netflix પર વીડિયો જોઈ શકાય છે. આ પ્રકારનું ફીચર પહેલા WhatsAppમાં પણ આપવામામ આવ્યું હતુ. તમને જણાવી દઈએ કે Netflix PiP મોડ એન્ડ્રોઈડ યૂઝર્સના સ્માર્ટફોનમાં પહેલાથી જ ઉપલબ્ધ છે. હવે તેને PC પર ઉપયોગ કરવામાં આવશે.

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

Netflix PiP મોડમાં સ્ક્રિનને નાની કે મોટી કરી શકાય છે, પરંતુ સ્ક્રિનને સ્ટ્રેચ કરી શકાતી નથી. જો એવું કરી શકાય તો આ રેગ્યુલર મોડની ફુલ સ્ક્રીનમાં બદલાઈ જશે. જો તમે PiP મોડમાં Netflix વીડિયો જોઈ રહ્યાં છો તો તેમા સબટાઈટલ નહીં જોઈ શકો. જોકે, આ મોડમાં તમે એક્ઝિટ બટન, ફુલ સ્ક્રિન ઓપ્શન સાથે કંટ્રોલ બટનનો ઉપયોગ પણ કરી શકશો.

netflix technology news