Microsoft 365 ઠપ થતા યુઝર્સમાં ગુસ્સો

29 September, 2020 05:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Microsoft 365 ઠપ થતા યુઝર્સમાં ગુસ્સો

માઈક્રોસોફ્ટ

આજે વહેલી સવારથી જ આઉટલુક.કોમ અને માઈક્રોસોફ્ટ ટીમ્સ સમાવિષ્ટ માઈક્રોસોફ્ટ 365 સર્વિસીસ બરાબર ચાલતી નથી જેના લીધે યુઝર્સના દૈનિક કામકાજ ઉપર અસર પડતા તેઓ રોષે ભરાયા છે.

કંપનીએ અમૂક ફેરફાર કર્યા ત્યારથી જ અમૂક યુઝર્સને એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. યુઝર્સને મુશ્કેલી થતી હોવાથી માઈક્રોસોફ્ટે અમૂક ફેરફાર પાછા ખેચ્યા હતા, જેની જાણકારી પણ તે યુઝર્સને સોશ્યલ મીડિયામાં આપતી હતી.  

અસરગ્રસ્ત યુઝર્સોને રાહત આપવા માઈક્રોસોફટએ જણાવ્યું હતું કે તે વૈકિલ્પક સિસ્ટમ તરફ ટ્રાફિક વાળી રહી છે. કેટલાક યુઝર્સને આ અસર થઇ છે તેનો માઈક્રોસોફટએ ઉલ્લેખ કર્યો નહોતો.

કેટલાય ટિવટર યુઝર્સએ ફરિયાદ કરી હતી કે તે જોબ ઇન્ટરવ્યૂ મિસ કરી જશે અને કોલેજ એસાઈમેન્ટની ડેડલાઈન ચૂકી જશે. જો કે આ સમસ્યા હવે ઉકેલાઈ ગઇ હોય તેમ લાગે છે. કેટલાક યુઝર્સ ટવીટ કરીને કહે કે સિસ્ટમ બરાબર કામ કરી રહી છે.

microsoft technology news international news