Mahindra Bolero નવા અવતારમાં થશે ભારતમાં લૉન્ચ

19 February, 2019 03:51 PM IST  | 

Mahindra Bolero નવા અવતારમાં થશે ભારતમાં લૉન્ચ

mahindra bolero નવા અવતારમાં જલ્દી થશે ભારતમાં લૉન્ચ

Mahindra પોતાની Boleroના નવા વર્ઝનને લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ મુજબ નવી Mahindra Bolero પછીની ક્રેશ ટેસ્ટ નોર્મ્સને જોઈને બનાવવામાં આવી છે. એ સિવાય એનું એન્જિન BS-6 નોર્મ્સ પર કામ કરશે. નવી Mahindra Boleroથી જોડાયેલી આ જાણકારીઓ પર M&M (મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા)ના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. પવન ગોયેનકાએ પણ મોહર લગાવી છે.

ભારતીય બજારમાં Mahindra Bolero વર્ષ 2000માં સૌથી પહેલા લૉન્ચ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ કારમાં નાના-મોટા બદલાવ થતા આવ્યા છે. એવામાં નવી Mahindra Bolero વિશે અત્યારે કોઈ અધિક જાણકારી સામે આવી નથી, પરંતુ આશા છે કે નવી Mahindra Bolero નવા Gen 3 પ્લેટફોર્મ પર કામ કરશે. રિપોર્ટ્સની માનીએ તો ભારતીય બજારમાં આવનારી Thar પણ આ પ્લેટફોર્મ પર કામ કરશે.

નવી Mahindra Boleroની ડિઝાઈનમાં બદલાવ કરવામાં નથી આવ્યો. બતાવી દઈએ કે જૂની ડિઝાઈન બાદ પણ Bolero મહિન્દ્રાની સૌથી વધારે વેચનારી કારોમાંથી એક છે. આ જ કારણ છે કે કંપની પોતાની આ કારના DNAને જાળવીને રાખશે. હાલના જનરેશનવાળી Bolero ભારતના ટીયર-2 અને ટીયર-3 શહેરોમાં સૌથી વધારે લોકપ્રિય કાર્સમાંથી એક છે. 

સેફ્ટી માટે નવી Mahindra Boleroમાં એરબેગ્સ, ABS, રિયર પાર્કિંગ સેન્સર્સ, સીટ બેલ્ટ રિમાઈન્ડર અને સ્પીડ વોર્નિંગ જેવા ફીચર્સ આપવામાં આવી શકે છે. એનાથી કારની કિંમત પણ વધી શકે છે. જોકે આ ફીચર્સ હવે અનિવાર્ય થઈ ગયા છે, જેનાથી બીજી કારોની કિંમત પર પણ એનો અસર પડશે.

નવી Mahindra Bolero વર્ષ 2020ના પહેલા ત્રણ મહિનાઓમાં લૉન્ચ થઈ શકે છે.

automobiles tech news