મદ્રાસ હાઈકોર્ટે હટાવ્યો TikTok પરથી પ્રતિબંધ

24 April, 2019 06:52 PM IST  |  મદ્રાસ

મદ્રાસ હાઈકોર્ટે હટાવ્યો TikTok પરથી પ્રતિબંધ

ટિકટોક પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય

હવે ફરી એકવાર ટિકટોક એપ્લિકેશન ગૂગલના પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. કારણ કે મદ્રાસ હાઈકોર્ટે તેના પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવવાનો નિર્ણય લીધો છે.

સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલા આદેશમાં એવું કહ્યું હતું કે જો મદ્રાસ હાઈકોર્ટ નિયત કરેલી તારીખ સુધીમાં પોતાનો નિર્ણય નહીં આપે તો ટિકટોક પરનો પ્રતિબંધ હટી જશે. ટિકટોકે મદ્રાસ હાઈકોર્ટમાં એક એફિડેવિટ દાખલ કર્યું છે જેમાં કહ્યું છે કે તેઓ વલ્ગર કંટન્ટને મોનિટર કરવા માટે અલગથી ટીમની નિમણુંક કરશે.

આ પણ વાંચોઃ ટિકટોકે લીધો જીવઃ દિલ્હીના યુવકનું વીડિયો બનાવતી વખતે ગોળી ચાલી જતા મોત

ટિકટોક ચાઈનીઝ કંપની બાઈટડાન્સની એપ્લિકેશન છે. જેમાં યુઝર્સ 3 સેકન્ડથી માંડીને 15 સેકન્ડના વીડિયોઝ બનાવી શકે છે. જેમાં કેટલાક વાંધાજનક કંટેન્ટને લઈને મદ્રાસ હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી હતી. જે બાદ તેને ગૂગલના પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોરમાંથી હટાવવામાં આવી હતી.