લૂડો કિંગઃ ભારતની નંબર 1 ગેઇમ, લૉકડાઉનમાં મનોરંજનનું શ્રેષ્ઠ સાધન બની

27 January, 2021 01:27 PM IST  |  Mumbai | Partnered Content

લૂડો કિંગઃ ભારતની નંબર 1 ગેઇમ, લૉકડાઉનમાં મનોરંજનનું શ્રેષ્ઠ સાધન બની

લૂડો કિંગના વિકાસ જયસ્વાલ એવોર્ડ સ્વીકારતા

લૂડો કિંગ, સૌથી સારો ટાઇમપાસ કરાવનારી ગેઇમ તરીકે જાણીતી છે પણ હવે તેની ઝળહળતી સફળથાને પગલે એ માત્ર પાસ ટાઇમ ગેઇમ નથી રહી. 2020નું વર્ષ કોવિડ-19 રોગચાળા સાથે આવ્યું અને તેને કારણે આપણે બધાં જ જિંદગીની જાતભાતની સમસ્યાઓને નવી રીતે હેન્ડલ કરતાં શિખ્યા. સોશ્યલ આઇસોલેશનને કારણે આપણે બીજી વ્યક્તિઓના સંપર્કમાં આવતા અટક્યા જેને કારણે જિંદગી એકલતા ભરી, કંટાળાજનક અને ચિંતા ભરી થઇ ગઇ. સદનસીબે લૂડો કિંગે ઘણાં લોકોને બચાવ્યા. આ એક ઓનલાઇન મલ્ટિ પ્લેયર ગેઇમ છે જેણે લોકો પોતાના ઘરમાં દૂર અને એકલા હોવા છતાં ય મનોરંજન પુરું પાડ્યું. લૂડો કિંગે લોકોને એક એવો વિકલ્પ આપ્યો જે એક ઇન્ટરેક્ટિવ અનુભવ હતો અન તે વાસ્તવિક ફિઝિકલ ઇન્ટરેક્શનથી કમ નહોતો, જેની લોકો આઇસોલેશનમાં ઇચ્છા કરી રહ્યા હતા.

લૂડો કિંગ ગેઇમ 2016માં રિલીઝ થઇ અને ત્યારથી તેનો સતત ગ્રોથ જ થયો છે, આ ગેઇમ ઓનલાઇન મલ્ટીપ્લેયર ગેમર્સનું મુખ્ય આકર્ષણ રહી છે. લૂડોનો ભારતમાં ઘણો બહોળો ઇતિહાસ છે, દરેક વ્યક્તિ બાળપણમાં લૂડોની બોર્ડ ગેઇમ રમી જ છે. મોબાઇલ ક્રાંતિનો સૌથી મોટો લાભ છે કે તેને કારણે ઇન્ટરનેશનલ નેટવર્કનાં બહોળા વેબમાં કનેક્ટિવિટી મળી શકી. લૂડો કિંગ ઇન્ટરનેટના માધ્યમથી કોઇપણ વિશ્વના ગમે તે ખૂણેથી રમી શકે. લૂડો સાથે સંકળાયેલી નાનપણની યાદો અને લૂડો કિંગની મોબાઇલ પ્લેટફોર્મ પર અવેલેબલિટીને કારણે તે 2020માં રમાયેલી ટોચની ત્રણ ગેઇમ્સમાંની એક બની. નવેબમ્ર 2020 સુધીમાં તો આ ગેઇમે 500 મિલિયન ડાઉનલોડ્ઝનો આંકડો પાર કરી લીધો હતો.

લૂડો કિંગ ગેઇમ એક આગવી એવી ગેઇમ છે જેમા થીમ્સ, ગેઇમ મોડ્ઝ અને વોઇસ ચેટ્સ જેવા ફિચર્સ છે. આ થીમ્સ ઑડિયો વિઝ્યુઅલ વર્લ્ડના સેટિંગ્ઝ ધરાવે છે જે પ્લેયર્સને પોતે જ્યારે ગેઇમ રમતા હોય ત્યારે તે વિશ્વમાં હોય તેવો અનુભવ આપે છે. એપ્પમાં પ્લે વિથ ફ્રેન્ડ્ઝ, ઑફલાઇન મલ્ટી પ્લેયર અને પ્લે વિથ કોમ્પ્યુટર વગેરે મોડ્ઝ પણ છે. પ્લેયર્સ પોતાના ફેસબૂક ફ્રેન્ડ્ઝને ઇન્વિટેશન મોકલીને તેમની સાથે આ ગેઇમ રમી શકે છે અને મિત્રો તથા પરિવારજનો સાથે આ ગેઇમ રમવાના પ્રાઇવેટ રૂમ્સ પણ ક્રિએટ કરી શકે છે. લૂડો કિંગ લૉકડાઉનમાં સૌથી મોટું મનોરંજન રહી છે અને ભારતમાં બધાં જ રેકોર્ડ બ્રેક કરીને તે ક્વોરેન્ટાઇન સમયનું સેન્સેશન બની ગઇ. લૂડો કિંગ એ ભારતમાં સૌથી વધુ રમાતી ગેઇમ છે અને 2020માં સૌથી મોટું સીમચિહ્ન પાર કર્યા પછી પણ તેના ડાઉનલોડ્ઝ હજી પણ ચાલુ છે.

mumbai news