ફેસબુક LIVE પર લાગી શકે છે પ્રતિબંધ

30 March, 2019 06:20 PM IST  |  નવી દિલ્હી(ટેક ડેસ્ક)

ફેસબુક LIVE પર લાગી શકે છે પ્રતિબંધ

ફેસબુક લાઈવ ફીચર પર લાગી શકે પ્રતિબંધ

સોશિયલ મીડિયા કંપની ફેસબુકના ચીફ ઑપરેટિંગ ઑફિસર શેરિલ સેંડબર્ગે શુક્રવારે કહ્યું કે કંપની તેના પ્લેટફોર્મ પર કોણ લાઈવ જઈ શકે તેના પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. જો કે તેના માટે કેટલાક ક્રાઈટેરિયા રાખવામાં આવશે. કંપની આ પગલું ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં થયેલા આતંકી હુમલા બાદ ઉઠાવી રહી છે.

સેંડબર્ગે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે કંપની મૉનિટર કરશે કે ફેસબુક પર કોણ લાઈવ જઈ શકશે.આ કમ્યૂનિટી ગાઈડલાઈન્સ જેવા ફેક્ટર્સ પર ડિપેંડ કરશે. યાદ રહે કે 15 માર્ચે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં એક હુમલાખોરે બે મસ્જિદમાં લગભગ 50 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. અને આ તેણે ફેસબુક પર લાઈવ પ્રસારિત કર્યું હતું.

બ્લૉગમાં કહેવામાં આવ્યું હતું કે ફેસબુકે 900થી વધુ અલગ-અલગ વીડિયોની ઓળખ કરી છે, જેમાં 17 મિનિટના નરસંહારના કેટલાક ભાગોને બતાવવામાં આવ્યા છે અને ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં નફરત ફેલાવતા સમૂહોની ઓળખ કરવાની અને તેમને હટાવવા માટે હાજર આર્ટિફિશિયલ ઈંટેલીજંસ ટૂલનો ઉપયોગ કર્યો છે.

ગયા અઠવાડિયે, સોશિયલ નેટવર્કિંગની દિગ્ગજ કંપનીએ કહ્યું હતું કે તેમણે દુનિયાભરથી 1.5 મિલિયન વીડિયોને હટાવી દીધા, જેમાં હુમલા બાદ 24 કલાકમાં ન્યૂઝીલેન્ડના હુમલાના ફૂટેજ હતા.

રૉયટર્સના અહેવાલ પ્રમાણે, આ અઠવાડિયાની શરૂઆતમાં, ફ્રાંસમાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરનારા મુખ્ય સમૂહોમાંથી એક એ કહ્યું હતું કે તેઓ ફેસબુક અને યૂટ્યૂબ પર મુકદમો કરી રહ્યા છે. સમૂહે ફેસબુક અને યૂટ્યૂબ પર વીડિયોની સ્ટ્રીમિંગના માધ્યમથી હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડ મસ્જિદમાં ફાયરિંગ, 6 ભારતીયના મોત, એક ગુજરાતીનુુ પણ મૃત્યુ

ફેસબુક દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની છે જેના હાલ 2.7 બિલિયન યૂઝર્સ છે. આ સોશિયલ મીડિયા કંપની કેમ્બ્રિજ એનાલિટીકાના સ્કેન્ડલ બાદ કોઈના કોઈ કારણે સતત લોકોના નિશાના પર આવી રહી છે. કંપની પાસે વૉટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવા બે મોટા પ્લેટફોર્મની પણ માલિકી છે.

facebook christchurch