Jio યૂઝર્સને હવે નહીં મળે ફુલ ટૉકટાઈમનો ફાયદો

16 October, 2019 04:55 PM IST  |  મુંબઈ

Jio યૂઝર્સને હવે નહીં મળે ફુલ ટૉકટાઈમનો ફાયદો

જિયાના પ્લાનમાં થયો ફેરફાર

રિલાયન્સ જિયો યૂઝર્સ માટે મળતા ફુલ ટૉક ટાઈમ બેનિફિટને ખતમ કરી દેવામાં આવ્યો છે. 10 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીના રિચાર્જ પર યૂઝર્સને પહેલા ફુલ ટૉકટાઈમ નહીં મળે. હવે યૂઝર્સને આ પ્લાન્સ માટે પહેલાથી ઓછો ટૉકટાઈમ મળશે. રિવાઈઝ્ડ પ્લાન્સને કંપનીની વેબસાઈટ પર પણ લિસ્ટ કરી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કેટલીક ખબરો અનુસાર, ફુલ ટૉક ટાઈમને ખતમ કરવાનું પગલું જિયોનું બીજી ટેલિકોમ કંપનીઓ સાથએ ચાલી રહેલા ટેરિફ વૉરને માનવામાં આવે છે. મહત્વનું છે કે તાજેતરમાં જ જિયોએ અન્ય નેટવર્ક પર કૉલ કરવા માટે પ્રતિ મિનિટ 6 પૈસા ચાર્જ લગાવવાની પણ જાહેરાત કરી હતી.

નવા લાભની માહિતી
કંપની 10 રૂપિયાથી લઈને 1,000 રૂપિયાની વચ્ચેનો ટૉક ટાઈમ આપે છે. પરંતુ હવે 10 રૂપિયાના રિચાર્જમાં 7.47 રૂપિયા, 100 રૂપિયામાં 81.75 રૂપિયા, 500 રૂપિયામાં 420.73 રૂપિયા અને 1, 000 રૂપિયાના પ્લાનમાં 844. 46 રૂપિયાનો ટૉક ટાઈમ આપવામાં આવશે. એવામાં હવે કંપની પાસે કોઈ ફુલ ટૉક ટાઈમ પ્લાન નથી રહ્યો. એટલે જે યૂઝર્સ ફુલ ટૉકટટાઈમ રિચાર્જ કરાવતા હતા તેમના માટે આ ખરાબ સમાચાર છે.

રિલાયન્સ જિયોના IUC પ્લાનની વિગતો
IUC પ્લાન અંતર્ગત કંપનીએ 4 પ્લાન રજૂ કર્યા છે. રહેલા પ્લાનની કિંમત 10 રૂપિયા છે. જેમાં 124 IUC મિનિટ નૉન-જિયો યૂઝર્સ માટે આપવામાં આવશે. ત્યાં જ, 1 જીબી ડેટા પણ આપવામાં આવશે. બીજો પ્લાન 20 રૂપિયાનો છે જેમાં 249 IUC મિનિટ્સ નૉન-જિયો યૂઝર્સ માટે આપવામાં આવશે. સાથે 2 જીબી ડેટા પણ. ત્રીજો પ્લાન 50 રૂપિયાનો છે જેમાં 656 IUC મિનિટ્સ નૉન-જિયો યૂઝર્સને આપવામાં આવશે. સાથે 5 જીબી ડેટા આપવામાં આવશે. ચોથો પ્લાન 100 રૂપિયાનો છે. જે અંતર્ગત 1362 IUC મિનિટ્સ નૉન-જિયો યૂઝર્સ માટે અને 10 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.

reliance tech news