Jioએ લૉન્ચ કરી Jio Group Talk એપ, એક સાથે 10 લોકોને કરી શકશો ફોન

27 February, 2019 07:09 PM IST  |  નવી દિલ્હી(ટેક ડેસ્ક)

Jioએ લૉન્ચ કરી Jio Group Talk એપ, એક સાથે 10 લોકોને કરી શકશો ફોન

Jioએ લૉન્ચ કરી નવી એપ્લિકેશન

ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના યૂઝર્સ માટે Jio Group Talk એપ લૉન્ચ કર્યું છે. આ એપ્લિકેશનના માધ્યમથી તમે ગ્રુપ કૉન્ફ્રેંસ કૉલ કરી શકો છે. આ ગ્રુપ એપ્લિકેશનના માધ્યમથી તમે 10 લોકો સાથે વાત કરી શકો છે. Jio Group Talk એપ્લિકેશન 4G VoLTE નેટવર્ક પર કામ કરી શકે છે જેના કારણે તેમને સારી વૉઈસ કૉલિંગ ક્વૉલિટીનો ફાયદો મળી શકશે.

હાલમાં આ એપ્લિકેશન માત્ર ટ્રાયલ માટે લૉન્ચ કરવામાં આવી છે. જિયો યૂઝર્સ હાલ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. ગૂગલ પ્લે સ્ટોર પર આ એપ્લિકેશન તમને મળી જશે. આ એપ્લિકેશનની સાઈઝ 6.15MB છે. જલ્દી જ આ એપ્લિકેશનનું કમર્શિયલ વર્ઝન પર લૉન્ચ કરવામાં આવશે, જેનો ઉપયોગ અન્ય ઑપરેટર્સના યૂઝર્સ પણ કરી શકશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ એપ્લિકેશનમાં ગ્રુપ વીડિયો કૉલિંગની પણ સુવિધા આ એપ્લિકેશનમાં આપવામાં આવી છે.

આ એપ્લિકેશનમાં લેક્ચર મોડ અને મ્યૂટ પાર્ટિસિપેંટ્સ જેવા ફીચર્ચ પણ આપવામાં આવ્યા છે. જેની મદદથી તમે ઈચ્છો તો પાર્ટિસિપેંટ્સને મ્યૂટ કરી શકો છો અને લેક્ચર પણ આપી શકો છો. આ એપ્લિકેશનનો ફાયદો એ છે કે તમે લેન્ડલાઈન યૂઝર્સને પણ કનેક્ટ કરી શકશો. કૉન્ફ્રેંસ કૉલ કરવા માટે તમામ લોકોના નંબર તમે સેવ કરેલા હોવા જરૂરી છે.

આ પણ વાંચોઃ 4G અવેલેબિલીટી બાબતે jioએ કર્યુ ટૉપ, Airtel કરતાં સ્પીડ બાબતે પાછળ

જિયોની આ એપ્લિકેશનનો સીધો મુકાબલો WhatsAppથી થશે. ફોનની સાથે સાથે આ એપ્લિકેશનથી ફોટો શેર અને વીડિયો કૉલિંગ પણ થઈ શકશે.


reliance