Instagram યુઝર્સને સર્ચિંગમાં થશે સરળતા, જાણો કેમ?

18 November, 2020 05:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Instagram યુઝર્સને સર્ચિંગમાં થશે સરળતા, જાણો કેમ?

પ્રતિકાત્મક તસવીર

ઈન્સ્ટાગ્રામ (Instagram) તરફથી કીવર્ડ સર્ચ ઑપ્શનને લૉન્ચ કરવામાં આવ્યો છે. હાલમાં આ સુવિધા છ દેશોમાં ઉપલબ્ધ થશે. પરંતુ ટૂંક સમયમાં બાકીના દેશોમાં પણ કીવર્ડ સર્ચ ઑપ્શનને લૉન્ચ કરશે. હાલમાં જે છ દેશમાં આ ઑપ્શન લૉન્ચ કરવામાં આવ્યો છે તેમાં યુકે, યુએસ, આયરલૅન્ડ અને કેનેડાનો સમાવેશ છે.

ભારતના યુઝર્સે હેશટેગના માધ્યમથી સર્ચ કરવાનું રહેશે. આનુ કારણ એ કે હજી આપણા દેશમાં આ ઑપ્શન લૉન્ચ કરવામાં આવ્યુ નથી. જોકે કંપની ટૂંક સમયમાં ભારતમાં પણ આ ઑપ્શન લૉન્ચ કરી શકે છે. ઈન્સ્ટાગ્રામ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત આ બાબતે થઈ નથી.

આ ઑપ્શન ભારતમાં પણ લૉન્ચ થાય તો યુઝર્સને સર્ચ કરવામાં સરળતા રહેશે. પહેલા હેશટેગ કરવુ પડતુ હતુ તેની બદલે જેમ ફેસબુકમાં સર્ચ કરીએ છીએ એવી જ રીતે ઈન્સ્ટાગ્રામમાં પણ સર્ચ કરી શકાશે. આ નવા ઑપ્શન માટે કંપની મશીન લર્નિંગનો ઉપયોગ કરશે.

ઈન્સ્ટાગ્રામ કીવર્ડ સર્ચ ઑપ્શન ઉપરાંત ગાઈડ (Guide) ફીચરનું પણ વિસ્તરણ થઈ રહ્યુ છે. આ વર્ષની શરૂઆત કરવામાં આવેલા આ ફીચરમાં કંપની આગળ જતા ફેરફાર કરી શકે છે.

technology news instagram