ભારતમાં Instagram ના 1.6 કરોડ ફેક એકાઉન્ટ છે

21 July, 2019 11:57 PM IST  |  Mumbai

ભારતમાં Instagram ના 1.6 કરોડ ફેક એકાઉન્ટ છે

Mumbai : આપણે કોઈને કોઈ એપથી સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહીએ છીએ. વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર આ તમામ ખુબજ લોકપ્રિય પ્લેટફોર્મ છે. થોડા સમય પહેલા એક સ્ટડી કરવામાં આવી હતી. આ સ્ટડીમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. ઇન્સ્ટાગ્રામના યુઝર્સને આંચકો લાગે તેવો ઘટસ્ફોટ હમણાં થયો છે.


કંપનીઓ પોતાનો બિઝનેસ વધારવા માટે આ ફેક એકાઉન્ટનો ઉપયોગ કરે છે
ભારતમાં ઇન્સ્ટાગ્રામના એવા 1. 6 કરોડ એકાઉન્ટ મળ્યા છે જે ફેક એટલે કે બોગસ છે. આ ફેક આઇડીનો ઉપયોગ જે તે કંપનીઓ પોતાનો બિઝનેસ વધારવા માટે ઉપયોગ કરી રહી છે. સ્વીડનની ડેટા એનાલિટિક કંપની હાઇપ ઓડિટર દ્વારા 82 દેશોના ઇન્સ્ટાગ્રામના યુઝર્સ પર કરાયેલા એક રિસર્ચમાં ઘટસ્ફોટ થયો છે. જેમાં એ બાબત પણ બહાર આવી કે અમેરિકા,બ્રાઝિલ અને ભારતમાં સૌથી વધુ ફેક એકાઉન્ટ છે.



ભારતમાં Instagram ના 1.6 કરોડ ફેક એકાઉન્ટ છે
મળતી માહિતી મુજબ અમેરિકામાં 4. 9 કરોડ,બ્રાઝિલમાં 2. 7 કરોડ અને ભારતમાં 1. 6 કરોડ ફેક એકાઉન્ટ છે. ઇન્સ્ટાગ્રામ પર થઇ રહેલા આ ફ્રોડ કેમ થાય છે તેની જાણકારી મેળવતા આ કંપનીને એવી પણ જાણકારી મળી કે ઇન્સ્ટાગ્રામ પર માર્કેટિંગ હવે 2 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. જે 2017માં 1 અબજ ડોલર હતું. કંપનીઓ માર્કેટિંગમાં અધધધ ખર્ચે છે અને તેમને લાગે છે કે તેઓ લોકો સુધી પહોંચી રહ્યા છે. પણ વાસ્તવમાં એવું હોતું નથી. બની શકે કે કંપનીઓ માર્કેટિંગ ફ્રોડનો શિકાર બનતી હોય.


આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

Instagram માં 1 અબજ એક્ટીવ યુઝર્સ છે
કંપનીઓ સોશિયલ મીડિયાની લોકપ્રિયતા જોઇને તેના પર એડ ચલાવવાનું પસંદ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર એક અબજ એકટિવ યુઝર્સ છે. જયારે ઇન્સ્ટાગ્રામ જેની માલિકીની કંપની છે તે ફેસબુકના 2. 38 અબજ યુઝર્સ છે. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે સોશિયલ મીડિયા કેટલું પાવરફુલ પ્લેટફોર્મ છે ને તેના પર કેટલો બિઝનેસ થતો હશે. તેના કારણે ફ્રોડ થવાની શકયતા પણ વધી જાય છે. જો તમે પણ ઇન્સ્ટાગ્રામનો વપરાશ કરી રહ્યા હો તો સાવધાન જરા વિચારીને કરશો તેનો ઉપયોગ કેમકે આ પ્લેટફોર્મ બે ધારી તલવાર જેવુ છે. આથી સોશિયલ મીડિયાનો ખુબજ સાચવી સંભાળીને વપરાશ કરવો.

technology news