Instagram નું આ ફિચર હવે Facebook માં પણ જોવા મળશે

12 July, 2019 09:09 PM IST  |  Mumbai

Instagram નું આ ફિચર હવે Facebook માં પણ જોવા મળશે

Mumbai : Facebook પર જો તમે કોઈનો ફોટો ઝૂમ કરવા માટે ડબલ ટેપ કરતા હોવ. તો હવે તમારે વિચારવાની જરૂર છે. કારણ કે, Facebookએ Instagramવાળું ફીચર હવે Facebook એપ માટે શરૂ કરી દીધુ છે. યુઝર્સને આ ફીચર મળવાનું શરૂ થઈ ગયું છે.

 

Facebookના iOS એપમાં હવે કોઈ ફોટોને ડબલ ટેપ કરીને Like કરવાનું ફીચર આવી ગયું છે. Instagramમાં પહેલાથી જ આ ફીચર છે. આ પહેલા Facebookમાં ફોટોઝને ઝૂમ કરવા માટે ડબલ ટેપ કરવાનું હતું, પરંતુ તમે હવે કોઈ યૂઝરના ફોટો ઝૂમ કરવા માટે ડબલ ટેપ કરશો તો તેને Like મળશે. જોકે, આ ફીચરને તમામ યુઝર્સને આપવામાં આવી રહ્યું છે. સ્પષ્ટ નથી કે એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ ફીચર ક્યારે શરૂ થશે.

 

જણાવી દઈએ કે, Instagram હજુ પણ Facebookની જ કંપની છે અને તાજેતરમાં જ Facebookના CEO માર્ક ઝુકરબર્ગે Instagram, Messenger અને WhatsAppને મર્જ કરીને ક્રોસ પ્લેટફોર્મ મેસેજિંગ સિસ્ટમ કરવા માટે કહ્યું છે.

technology news facebook