PUBG જેવી જ ગેમ લોન્ચ કરશે ઈન્ડિયન એરફોર્સ

23 July, 2019 01:05 PM IST  |  દિલ્હી

PUBG જેવી જ ગેમ લોન્ચ કરશે ઈન્ડિયન એરફોર્સ

વાયુ સેના લાવશે ગેમ

મોબાઈલ ગેમિંગ ઈન્ડસ્ટ્રી આજે બિલિયન ડોલર્સની બની ચૂકી છે. પબજી મોબાઈલ આવ્યા બાદ મોબાઈલ ગેમિંગને એક નવી જ ઉંચાઈ મળી છે. ત્યારે હવે ઈન્ડિયન એર ફોર્સે પણ ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં ઝુકાવવાનો નિર્ણય કર્યો છે. જી હાં, ખુદ ઈન્ડિયન એરફોર્સ મોબાઈલ ગેમ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકવા જઈ રહી છે. ઈન્ડિયન એરફોર્સ એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ માટે ગેમિંગ એપ્લિકેશન લોન્ચ કરશે. પબજી, ફોર્ટનાઈટ અને એપેક્ષ લેજન્ડ જેવી જ આ ગેમ હશે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય ગેમ એ સાબિત કર્યું છે કે મોબાઈલ ગેમિંગનું માર્કેટ કેટલું મોટું છે.

ત્યારે ઈન્ડિય એરપોર્સ યુથને એરફોર્સનો એક્સપિરિયન્સ મળે, ડિફેન્સમાં આવવાની પ્રેરણા મળે તેની સાથે જ સોશિયલ ઈમ્પેક્ટ બનાવવા માટે ગેમ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. ભારત સરકારના એર ડિફેન્સ પાર્ટનરે આ નિર્ણય લીધો છે. મળતી માહિતી પ્રમાણે 31 જુલાઈના રોજ ગેમ લોન્ચ થાય તેવી શક્યતા છે.

આ મોબાઈલ ગેમ અંગે માહિતી આપતા ઈન્ડિયન એરફોર્સે ટ્વિટ કર્યું કે IAF મોબાઈલ ગેમનું એન્ડ્રોઈડ અને Ios વર્ઝન 31 જુલાઈએ લોન્ચ થશે. હાલ તે સિંગલ પ્લેયર વર્ઝનમાં લોન્ચ થશે. અને ટૂંકા સયમમાં જ તેને મલ્ટીપ્લેયર વર્ઝનમાં લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનયી છે કે આ ગેમનું ટીઝર સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ Youtube, Facebook, Twitter, Instagram પર વાઈરલ થઈ રહ્યું છે.

indian air force life and style