ભારતમાં 2025 સુધી 8 કરોડથી પણ વધુ લોકો 5G નો ઉપયોગ કરતા હશે

06 June, 2019 11:36 PM IST  |  મુંબઈ

ભારતમાં 2025 સુધી 8 કરોડથી પણ વધુ લોકો 5G નો ઉપયોગ કરતા હશે

5G ટેકનોલોજી (File Photo)

GSMA એટલે 'ગ્લોબલ ટેલિકોમ ઈન્ડસ્ટ્રી બોડી' એ હાલમાં જ ભારતમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીને લઇને એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રીપોર્ટમાં જણાવ્યું છે કે આગામી વર્ષ 2025 સુધીમાં ભારતમાં 920 લાખ યુનિક મોબાઈલ સબસ્ક્રાઈબર્સ જોવા મળશે. જેમાંથી 8.8 કરોડ યુઝર્સ 5G કનેક્ટિવિટી સાથે જોડાયેલા હશે. GSMAએ તેના ઈન્ટેલિજન્ટ રિપોર્ટમાં જણાવ્યું છે કે, ચીને તેના કુલ કનેક્શનના 30 ટકા યુઝર્સ સુધી 5G કનેક્ટિવિટીનો લક્ષ્યાંક રાખ્યો છે. રિપોર્ટમાં એવું પણ દર્શાવ્યું છે કે, 2018માં યૂનિક સબસ્ક્રાઈબર્સની સંખ્યા 750 લાખ હતી જે 2025 સુધીમાં 920 લાખ સુધી પહોંચી શકે છે. એટલે કે દુનાયના કુલ મોબાઈલ સબસ્ક્રાઈબર્સનો ચોથો ભાગ ભારતમાં હશે.



ભારતમાં 2019ના અંત સુધી 5G માર્કેટનો ગ્રોથ આગળ વધી જશે

GSMA ના રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારતમાં યુઝર્સનો 5G કનેક્ટિવિટી માટે એડોપ્શન ટેલિકોમ ઓપરેટર્સ 5G ઈકોસિસ્ટમમાં ઈન્વેસ્ટ કરવાની યોગ્યતા ઉપર નિર્ભર કરે છે. જેના માટે રેગ્યુલેટરી ઓથોરિટીની પોલીસીનો સહયોગ જરૂરી બની રહેશે. GSMAના મતે ભારતીય મોબાઈલ માર્કેટ 2019ના બીજા છ માસિક સત્ર સુધી પોઝીટીવ રેવન્યૂ ગ્રોથ તરફ આગળ વધશે અને તેનો ગ્રોથ 2025 સુધી ચાલુ જ રહેશે. છતાં આ રેવન્યુ સ્તર 2016 કરતાં ઓછું હોવાનું અનુમાન લગાવ્યું છે. વર્ષ 2016માં ભારતમાં મોબાઈલ માર્કેટની રેવન્યુ પર પર્સન (ARPU) દુનિયાની સરખામણીએ ઓછી હતી. 2016થી અત્યાર સુધી ભારતીય માર્કેટમાં મોબાઈલ માર્કેટની રેવન્યુ 20 ટકા ઓછી થઈ છે.


ભારતનું મોબાઇલ માર્કેટ વિશ્વનું સૌથી સસ્તું માર્કેટ છે

TRAI ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ટેલિકોમ સેક્ટરની ગ્રોસ રેવન્યુ 3.43 યર ઓન યર (YoY)માં ઘટાડાની સાથે ઓક્ટોબર-ડિસેમ્બર 2018માં 58,991 કરોડ રૂપિયા જેટલી રહી હતી. GSMAનું કહેવું છે કે, હાલમાં જ કરવામાં આવેલા એક સર્વે મુજબ 2018ના અંતિમ ત્રિમાસિક ગાળામાં ભારત દુનિયાનું સૌથી સસ્તું મોબાઈલ માર્કેટ રહ્યું હતું. આ સર્વે 200 દેશોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યો હતો.

technology news