ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ નાવિકને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા

10 December, 2020 06:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ નાવિકને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા

પ્રતિકાત્મક તસવીર

નેવિગેશનના ક્ષેત્રમાં ભારતે નવી સિદ્ધી મેળવી છે. ભારત હવે એવા ચાર દેશોની ક્લબમાં સામેલ થઈ ગયુ છે જેની પાસે પોતાની નેવિગેશન સિસ્ટમ છે.ભારતની અવકાશી સંસ્થા ઈસરોએ બનાવેલી નેવિગેશન સિસ્ટમ (નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટીલેશન-NavIC)ને આંતરરાષ્ટ્રિય સ્તરે માન્યતા મળી ગઈ છે.

ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન દ્વારા તેને વર્લ્ડવાઈડ રેડિયો નેવિગેશન સિસ્ટમ તરીકે માન્યતા આપવામાં આવી છે.આમ દરિયામાં નેવિગેશન માટે ભારતીય સિસ્ટમની મદદ લઈ શકાશે.

ભારત પહેલા અમેરિકાની જીપીએસ, રશિયાની ગ્લોનેસ અને ચીનની બેઈદાઉ નેવિગેશન સિસ્ટમ કાર્યરત છે.હવે ભારત પોતાની સિસ્ટમ ડેવલપ કરનાર ચોથો દેશ બન્યો છે.ભારતની સિસ્ટમનો જમીન પર અને હવામાં પણ ઉપયોગ થઈ શકશે.આ સિવાય વ્હિકલ ટ્રેકિંગ, વાહન ચાલકોને રસ્તો બતાવવા માટે પણ આ સિસ્ટમ વપરાશે.ઈન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ દેશની સરહદોથી 1500 કિલોમીટર સુધીના દાયરામાં ચોક્કસ જાણકારી આપવા માટે સક્ષમ છે.

ઈસરોના દાવા પ્રમાણે આ સિસ્ટમને કાર્યરત રાખવા આઠ સેટેલાઈટનો ઉપયોગ થઈ રહ્યો છે.નવા મોબાઈલ ફોનમાં પણ આ સિસ્ટમના ઉપયોગ માટે કામગીરી થઈ રહી છે.આમ સ્માર્ટફોન થકી પણ આ સિસ્ટમનો ઉપયોગ ટુંક સમયમાં શક્ય બનશે.

technology news