આ રીતે વધારો તમારા ફોનમાં સ્પેસ

05 March, 2019 08:28 PM IST  | 

આ રીતે વધારો તમારા ફોનમાં સ્પેસ

વધારો તમારા ફોનમાં સ્પ્સ

વોટ્સએપ જેવી ઘણી બધી એપ્લિકેશનના ઉપયોગના કારણે ઘણીવાર ફોનમાં મેમરીની સમસ્યાઓ ઉભી થતી હોય છે. ઘણીવાર ઓટો ડાઉનલોડના ફિચરના કારણે પણ ફોનમાં મેમરીના પ્રશ્નો ઉભા થતા હોય છે. ફોનમાં ફોટોઝ અને વિડિયોઝના મોટી ફાઈલો ઓટો ડાઉનલોડ થતા મેમરી સ્પેસના પ્રશ્નો ઉભા થતા હોય છે.

આમ તો અત્યારના ઈનબિલ્ટ મેમરી સાથે આવતા ફોન્સમાં મેમરીનું પ્રમાણ ઘણુ વધારો હોય છે પરંતુ સારી ક્લિયારિટી વાળા ફોટોઝ અને વિડિયોના કારણે આ સ્પેસ જલદી ભરાઈ જાય છે. ખાસ કરીને વોટ્સએપ જેવી એપ્લિકેશન જેવા ફોટોઝ અને વિડિયો જલ્દીથી ડાઉનલોડ થઈ જતી હોય છે. ઘણીવાર ફોનમાં સ્પેમના કારણે ખોટી ફાઈલો તમારા ફાઈલમેનેજરમાં જગ્યા રોકી લે છે. આ સ્પેમને ડિલેટ કરવાથી ફોનમાં પૂરતી જગ્યા મળશે. આ સિવાય ઓટો ડાઉનલોડ ફિચર બંધ કરવાથી ફોનમાં રોકાતો સ્પેસ જલદીથી ભરાશે નહી.