અમેરિકન પ્રતિબંધથી કંટાળીને Huaweiએ Honor વેચી, આટલામાં થઈ ડીલ

17 November, 2020 04:32 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અમેરિકન પ્રતિબંધથી કંટાળીને Huaweiએ Honor વેચી, આટલામાં થઈ ડીલ

તસવીર સૌજન્સ જાગરણ

છેલ્લા બે વર્ષથી સતત અમેરિકન પ્રતિબંદ સહ્યા પછી હુવેવે (Huawei)એ પોતાના સબ-બ્રાન્ડ ઑનર (Honor)ને વેચવાનો નિર્ણય લીધો છે. હુવાવેએ મંગળવારે કહ્યું કે તે Honor સ્માર્ટફોનનું બિઝનેસ ચીનની જ એક કંપનીને વેચે છે જેનું નામ શેન્જેન Zhixin ન્યૂ ઇન્ફૉર્મેશન ટેક્નોલોજી કૉ લિમિટેડ (Shenzhen Zhixin New Information Technology Co Ltd) છે.

હુવાવેએ આ ડીલની કિંમત વિશે ઑફિશિયલ માહિતી તો નતી આપી પણ રિપોર્ટ પ્રમાણે હુવાવે અને શેન્જેન વચ્ચે આ ડીલ 15 બિલિયન ડૉલરમાં થઈ જણાવવાનું કે ગૂગલ અને ક્વૉલકૉમ જેવી અમેરિકન કંપનીઓ સાથે બિઝનેસની મનાઇ બાદ હુવાવે અને ઑનર બન્નેને ઘણું નુકસાન થયું છે. હુવાવેએ તાજેતરમાં જ પોતાની ઑપરેટિંગ સિસ્ટમ અને એપ સ્ટોર લૉન્ચ કરી છે.

આ ડીલ પછી શેન્જેનને ઓનર સપ્લાય ચેન, આર એન્ડ ડી સેન્ટર્સ અને અન્ય પરિસંપત્તિઓનું અધિગ્રહણ કરશે. સીધા શબ્દોમાં જણાવીએ તો આ સોદો પછી ઑનર પર હુવાવેનો કોઇ અધિકાર નહીં રહે. સાથે જ ઑનરના 7,000 કર્મચારીઓનો પણ નવી કંપનીમાં તબાદલો કરવામાં આવશે.

હુવાવેએ વર્ષ 2013માં ઑનર બ્રાન્ડ લૉન્ચ કરી હતી. ઑનર બ્રાન્ડ હેઠળ બજેટ અને મિડરેન્જ સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવતા હતા. છેલ્લા 7 વર્ષમાં ઑનરે માર્કેટમાં 70 મિલિયન યૂઝર્સે સાથે પોતાની એક મજબૂત પકડ બનાવી લીધી છે.

જણાવવનું કે હજી તાજેતરમાં જ ઑગસ્ટમાં ઑનરે ભારતમાં પોતાનું પહેલું લેપટૉપ Honor MagicBook15 લૉન્ચ કર્યું છે. ઑનરના આ લેપટૉપમાં AMD Ryzen 3000 સીરીઝનો સીપીયૂ અને વેગા (Vega)ગ્રાફિક્સ કાર્ડ છે. લેપટૉપમાં પ્રી-ઇન્સ્ટોલ વિંડોઝ મળશે. ખાસ વાત એ છે કે આ લેપટૉપમાં તમને ફુલ એચડી ડિસ્પ્લે મળશે.

Honor MagicBook 15ની કિંમત 42,990 રૂપિયા છે. આ લેપટૉપ આ વર્ષે ફેબ્રુઆરીમાં ગ્લોબલી લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ લેપટૉપમાં વીનિડોઝ 10 પ્રી-ઇન્સ્ટોલ્ડ મળશે. Honor MagicBook 15માં 15.6 ઇન્ચની ફુલ એચડી આઇપીએસ ડિસ્પ્લે મળશે. લેપટૉપની સાથે 65 વૉટનું ચાર્જર મળશે જે ટાઇપ-સી છે. ચાર્જરને લઈને દાવો છે કે માત્ર અડધા કલાકમાં લેપટૉપની બેટરી 50 ટકા સુધી ચાર્જ થઈ જશે.

china business news technology news tech news