2020માં ઇન્ટરનેટના વપરાશમાં અધધધ વધારો, કેટલા લાખ પોસ્ટ, વીડિયો, મેસેજ

23 September, 2020 09:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

2020માં ઇન્ટરનેટના વપરાશમાં અધધધ વધારો, કેટલા લાખ પોસ્ટ, વીડિયો, મેસેજ

પ્રતીકાત્મક તસવીર

આજની તારીખમાં 4.5 અબજથી પણ વધુ ઈન્ટરનેટના યુઝર્સ છે જેમાં સમય જતા હજી વધારો થશે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વેબસાઈટમાં વિગતવાર માહિતી આપવામાં આવી છે કે વિશ્વમાં ઈન્ટરનેટમાં એક મિનિટે કેટલી બધી વસ્તુઓ થાય છે.

ફેસબુક, એમેઝોન અને ગુગલ, એપલ અને માઈક્રોસોફ્ટના ટેકે ઈન્ટરનેટનો વ્યાપ વધ્યો છે. વિઝ્યુઅલ કૅપિટાલીસ્ટ સાથેની સર્વેમાં જણાયું કે, આ વર્ષે ઈન્ટરનેટમાં દર મિનિટે બે લાખ ચાલીસ હજાર ડૉલરના ટ્રાન્ઝેક્શન થયા છે. ઈ-કોર્મસની વાત કરીએ તો અંદાજ છે કે પ્રતિ મિનિટ 10 લાખ ડૉલરના ઓનલાઈન ઓર્ડર થાય છે, આમાંથી એમેઝોનને વૈશ્વિક ધોરણે એક મિનિટે 6659 ઓર્ડર મળે છે.

ઝૂમ અને માઈક્રોસોફ્ટ ટીમ્સ દર મિનિટે અનુક્રમે 2,08,333 અને 52,083 યુઝર્સને હૉસ્ટ કરે છે. લિન્કડિનમાં દર એક મિનિટે 69,444 યુઝર્સ નોકરી માટે અપ્લાય કરે છે. ફેસબુકમાં દર મિનિટે યુઝર્સ 1.50 લાખ મેસેજીસ શૅર કરે છે. યુટ્યૂબમાં એક મિનિટમાં એકંદર 500 કલાક જેટલા વીડિયો ડાઉનલોડ થાય છે. ઈન્સ્ટાગ્રામમાં એક મિનિટમાં 3,47,222 સ્ટોરીઝ પૉસ્ટ થાય છે.

ઉપરોક્ત આંકડા દર્શાવે છે કે ઈન્ટરનેટ એક્ટિવીટીમાં આગળ જતા વધારો જ થશે. ફક્ત 5G આનું કારણ નથી પરંતુ કોરોના મહામારી પછી જે રીતે જીવન બદલાયુ છે તે જોતા ઈન્ટરનેટનો વપરાશ વધુને વધુ થશે.

facebook instagram amazon youtube google microsoft