હાર્લી ડેવિડસન ભારતમાં સૌથી સસ્તી બાઇક કરશે લોન્ચ

24 June, 2019 11:55 PM IST  |  Mumbai

હાર્લી ડેવિડસન ભારતમાં સૌથી સસ્તી બાઇક કરશે લોન્ચ

હાર્લી ડેવિડસન

Mumbai : વિશ્વભરમાં બાઇક ક્ષેત્રે બહું મોટું નામ ધરાવતી કંપની હાર્લી ડેવિડસન ભારતમાં પણ ઘણી પ્રખ્યાત છે. ત્યારે હાર્લી ડેવિડસનના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. હાર્લી ડેવિડસન 338cc એન્જિનની ક્ષમતાવાળી બાઇક લોન્ચ કરવાનું નક્કી કરી રહ્યું છે. કંપનીએ આ અંગે ગુરુવારે જાહેરાત કરી હતી કે, હાર્લી ડેવિડસન એશિયાઈ પાર્ટનર સાથે મળીને 338cc એન્જિનની ક્ષમતાવાળી એન્ટ્રી લેવલ બાઇક્સ બનાવશે. મહત્વનું છે કે, આ પ્રકારની બાઇક બનાવવા માટે હાર્લીએ કોઈ ભારતીય કંપનીની પસંદગી કરવાને બદલે ચીનની કંપની Zhejiang Qianjiang મોટરસાઇકલ સાથે કરાર કર્યો છે.

ચીનની ઓટોમોબાઇલ કંપની સાથે કર્યો કરાર

ચીનની Zhejiang Qianjiang મોટરસાઇકલ સાથે કરાર કરીને હાર્લી ઓછી કિંમતવાળી એન્ટ્રી લેવલની 338ccની બાઇક બનાવશે. કંપનીએ બાઇકનો સેમ્પલ ફોટો પણ રિલીઝ કરી દીધો છે. અમેરિકી અને ચીની કંપની મળીને 2020ના અંત સુધીમાં 338ccની આ બાઇક લોન્ચ કરશે. આ બાઇક પ્રથમ ચીનમાં લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, મલેશિયા, ફિલિપાઇન્સ, વિયેતનામ અને ઈન્ડોનેશિયામાં પણ લોન્ચ કરવામાં આવશે. ભારતમાં આ બાઇક વર્ષ 2021માં આવે તેવુ અનુમાન છે.


શું હશે આ બાઇકની ખાસીયતો

સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ હાર્લી ડેવિડસનની 338cc બાઇકનું નામ હાર્લી ડેવિડસન સ્ટ્રીટ 350cc રાખવામાં આવી શકે છે. આ બાઇકમાં 338ccનું સિંગલ સિલિન્ડર મળશે, જે 30 PS પાવર અને 30 Nm ટોર્ક જનરેટ કરશે.


આ બાઇક હરિયાણામાં બનાવવામાં આવશે

આ બાઇકની કિંમત ઓછી રાખવા માટે કંપની હરિયાણાના બાવળમાં આ બાઇક બનાવશે.આ બાઇકનાં સિંગલ સિલિન્ડર વેરિયન્ટની કિંમત 2.5 લાખ રૂપિયાથી લઇને 2.25 લાખ રૂપિયા રાખવામાં આવશે. જ્યારે ટ્વિન સિલિન્ડર હાર્લીની કિંમત 3 લાખ રૂપિયાથી લઇને 3.5 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. તેમાં એલઈડી હેડલેમ્પ્સ, ફુલ્લી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને આગળ-પાછળ બંને બાજુ એન્ટિ બ્રેકિંગ સિસ્ટમ (ABS) જેવાં ફીચર્સ મળશે.