હેપ્પી ઈમોજી ડે: કોણે કરી ઈમોજી દિવસની શરૂઆત

17 July, 2019 08:55 PM IST  | 

હેપ્પી ઈમોજી ડે: કોણે કરી ઈમોજી દિવસની શરૂઆત

હેપ્પી ઈમોજી ડે

સ્માર્ટફોન આવ્યા પછી ઈમોજીનો ઉપયોગ ખુબ વધી ગયો છે. કેટલીક વાતો તો માત્ર ઈમોજીના જોરે જ થતી હોય છે. પોતાની લાગણીઓને વ્યક્ત કરવા માટે ઈમોજી આપણને મદદરૂપ થાય છે. ઘણીવાર ઈમોજી આપણને કોઈ વ્યક્તિને સમજાવવા માટે ઘણી મદદ કરે છે. આજે આપણે બધા વર્લ્ડ ઈમોજી ડે મનાવી રહ્યાં છે પરંતુ તમને ખબર છે ઈમોજી ડે મનાવવાની શરૂઆત કોણે કરી ?

આપણે દર વર્ષે 17 જુલાઈએ વર્લ્ડ ઈમોજી મનાવીએ છીએ. છેલ્લા 5 વર્ષથી વર્લ્ડ ઈમોજી ડે મનાવવામાં આવ્યો હતો. સૌથી પહેલા 2014માં ઈમોજી ડે સેલિબ્રેટ કરાવ્યો હતો. એક રિપોર્ટ અનુસાર 2015માં ઈમોજી ડે ટ્વિટર પર સૌથી વધારે ટ્રેન્ડ થયો હતો. વર્લ્ડ ઈમોજી ડેની શરૂઆત સૌથી પહેલા જેરેમી બર્ગે કરી હતી. જેરેમી બર્ગે ઈમોજીપીડિયાના ક્રિએટર છે અને ઈમોજીપીડિયાની શરૂઆત 2014માં થઈ હતી. આમ તો સૌથી પહેલા ઈમોજીની શરૂઆત 1990માં થઈ હતી. પરંતુ કિ-બોર્ડમાં આવતા આવતા 2015માં થઈ. 2015માં પેપ્સીએ ઈમોજી જાહેર કર્યા હતાં. હાલ આધિકારિક રીતે કુલ 2,823 ઈમોજી છે. ઈમોજીપીડિયા અનુસાર 2019 વર્લ્ડ ઈમોજી એવોર્ડ જાહેર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: જ્યારે ઈલેક્ટ્રીક ગેઝેટ્સના કારણે બચ્યો જીવ

આજ કાલ ચેટિંગમાં વાતો ઓછી અને ઈમોજીની આપ-લે વધારે થતી હોય છે. શું તમને ખબર છે તમે પણ ઈમોજી બનાવી શકો છો. જો તમારે પણ ઈમોજી બનાવવા છે તો તમારા સ્માર્ટફોનમાં બેક્રાઉન્ડ ઇરેઝર અને પર્સનલ સ્ટીકર ફોર વ્હોટસએપ નામની બે એપ્સ ઈન્સ્ટોલ કરવાની રહેશે. એન્ડ્રોઈડ યૂઝર્સ આ એપને પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ઈન્સ્ટોલ કરી શકે છે.

life and style tech news gujarati mid-day