WhatsApp માં વાયરલ મેસેજ ક્યાથી ફરતા થયા તે ટ્રેસ કરવા સરકારનો આદેશ

19 June, 2019 07:14 PM IST  |  Delhi

WhatsApp માં વાયરલ મેસેજ ક્યાથી ફરતા થયા તે ટ્રેસ કરવા સરકારનો આદેશ

Delhi : WhatsApp હાલ વિશ્વભરમાં 1.5 અબજ યુઝર્સ છે. જેમાંથી ભારતમાં સૌથી વધુ યુઝર્સ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારત સરકાર WhatsAppને સતત કરી રહી છે કે, તેમાં યુઝર્સ દ્વારા ફોરવર્ડ કરવામાં આવતા મેસેજ ઉપર નજર રાખવામાં આવે. મેસેજને ટ્રેસ કરવામાં આવે. વોટ્સએપ તેના ઉપર ઘણું કામ કરી ચૂક્યું છે છતાં જોઈએ તેવા પરિણામ નથી મળ્યા. હવે સરકારે ફરીથી તેને સૂચના આપી છે અને તટસ્થ રીતે કામ કરવા વોટ્સએપને સૂચના આપી છે.


ભારત સરકારે વોટ્સઅપને આપ્યો આદેશ
મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા અનુસાર ભારત સરકારે વોટ્સએપને જણાવ્યું છે કે, આ પ્લેટફોર્મ પર ફરતા મેસેજનાં ઓરિજિનને ટ્રેસ કરવામાં આવે. તેના માટે ડિજિટલ ફિંગરપ્રિન્ટ લાવવાની સૂચના પણ આપી છે. જેનાથી એ જાણી શકાય કે વોટ્સએપમાં આવેલા મેસેજના ઓરિજિન શું છે, અને તે મેસેજ કેટલા લોકોએ વાંચ્યો છે.


આ પણ વાંચો : WhatsApp Update : હવે વૉટ્સએપ પર નહીં થાય આ ભૂલ, આવ્યું નવું ફિચર

કોઇ પણ મેસેજ ટ્રેસ કરવો હાલ કંપની માટે અશક્ય છે
સરકાર વધુમાં કહ્યું કે, કોઈપણ મેસેજને ટ્રેસ કરવો કંપની માટે અશક્ય નથી. કારણ કે હાલ આપણે ઈન્ટરનેટ પર એવી સ્થિતિ સુધી પહોંચી ગયા છે કે હવે સિક્યોરિટીને લઈને આવી કામગીરી કરવી આવશ્યક બની ગઈ છે.


આ પણ વાંચો : શું તમે ફેક ન્યુઝથી પરેશાન છો, Whats App લાવી રહ્યું છે આ ખાસ ફિચર

જોકે વોટ્સઅપ તરફી સત્તાવાર નિવેદન નથી આપ્યું
WhatsApp તરફથી આ બાબતને લઈને હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ પહેલાં ઘણી વખત વોટ્સએપ આ બાબતે સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે, કંપની દ્વારા કોઈપણ યુઝર્સનાં મેસેજનાં ઓરિજિન સુધી પહોંચવું કે ટ્રેસ કરવું મુશ્કેલ છે.

technology news