ગૂગલે ડૂડલ દ્વારા જાણીતાં એક્ટ્રેસ અને ડાન્સર જોહરા સહગલને કર્યાં યાદ

29 September, 2020 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ગૂગલે ડૂડલ દ્વારા જાણીતાં એક્ટ્રેસ અને ડાન્સર જોહરા સહગલને કર્યાં યાદ

ગૂગલ ડૂડલ

Googleની ખાસિયત છે કે તે ખાસ દિવસે વ્યક્તિનું ડૂડલ બનાવી તેને યાદ કરે છે. આજે ગૂગલે ભારતનાં પ્રતિષ્ઠિત અભિનેત્રી અને નૃત્યાંગના જોહરા (Zohra Segal) સહગલને ગૂગલ (Google Doodle) ડૂડલ સમર્પિત કર્યો છે. જોહરા (Zohra Segal) પહેલી એવી ભારતીય મહિલા છે જેમણે પોતાની કલા અને હુનરના બળે વિશ્વ સ્તરે પોતાની એક આગવી ઓળખ બનાવી. આજે ગૂગલે ડૂડલ દ્વારા જોહરાને યાદ કરી છે.

જોહરા સહગલને યાદ કરવા માટે રજૂ કરવામાં આવેલું ડૂડલ પાર્વતી પિલ્લઇ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ડૂડલમાં જોહરા ક્લાસિકલ ડાન્સ કરતી જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ ઇમેજ જોઇને તમે સરળતાથી ઓળખી જશો કે આ જોહરા સહગલ છે. જોહરા સહગલે ભારતીય સિનેમામાં પોતાની એક્ટિંગ અને ડાન્સિંગ દ્વારા એક જુદી અને ખૂબ જ આગવી ઓળખ બનાવી છે.

Google Doodleએ પોતાના બ્લૉગમાં કહ્યું છે, કે આજનું ડૂડલ, અતિથિ કલાકાર પાર્વતી પિલ્લઇ દ્વારા બનાવવામાં આવ્યું ચે. જે ખાસકરીને પ્રતિષ્ઠિત ભારતીય અભિનત્રી અને નૃત્યાંગના જોહરા સહગલને દેશની પહેલી મહિલા અભિનેત્રીઓમાંની એક તરીકે દર્શાવે છે. જોહરાએ ભારતમાં જ નહીં પણ વિશ્વસ્તરે પોતાની એક આગવી ઓળખ બનાવી છે. સહગલને શરૂઆતમાં પહેલીવાર ફિલ્મ 'નીચા નગર' નોટ કરવામાં આવી હતી, જે 1946માં આ દિવસે કાન ફિલ્મ સમારંભમાં પ્રદર્શિત થઈ હતી. વ્યાપક રૂપે ભારતીય સિનેમાની પહેલી આંતરરાષ્ટ્રીય મહત્વપૂર્ણ સફળથા, 'નીચા નગર' મહોત્સવનો સર્વોચ્ચ સન્માન Palme d’Or પુરસ્કાર જીત્યો.

Google Doodleના બ્લૉગમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જોહરા સહગલનું આખું નામ જોહરા બેગમ મુમતાઝ-ઉલ્લા ખાન હતું અને તેમનો જન્મ સહારનપુરમાં 27 એપ્રિલ 1912ના રોજ થયો. તેમણે 20ના દાયકાની શરૂઆતમાં જર્મનીના ડ્રેસડેનના એક પ્રતિષ્ઠિત બેલે સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું અને પછી ભારતીય નૃત્ય અગ્રણી ઉદય શંકર સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસ કર્યો. ભારત આવ્યા પછી જોહરા 1945માં ઇન્ડિયન પીપુલ્સ થિયેટર એસોસિએશન સાથે જોડાઇ અને અભિનયમાં ઘણાં ફેરફાર કર્યા.

1962માં લંડન ગયા પછી જોહરા સહગલને ઇન્ટર્નશિપ સ્ટેજ પર ઓળખ મળી. તેમણે 'Doctor Who' અને 1984માં આવેલી 'The Jewel in the Crown' જેવા બ્રિટિશ ટેલીવિઝનમાં કામ કર્યું. જોહરા સહગલને પદ્મ શ્રી(1998), કાલિદાસ સ્મ્માન (2001), અને પદ્મ વિભૂષણ (2010) જેવા સન્માનો દ્વારા નવાજવામાં આવ્યા.

google tech news technology news