Google Pixel 4 અને Pixel 4 XL ભારતમાં નહીં થાય લૉન્ચ, જાણો કારણ

16 October, 2019 05:39 PM IST  |  મુંબઈ

Google Pixel 4 અને Pixel 4 XL ભારતમાં નહીં થાય લૉન્ચ, જાણો કારણ

ગૂગલે લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ આખરે પોતાના મોસ્ટ અવેઈટેડ સ્માર્ટફોન Google Pixel 4,  Pixel 4 XLને ન્યૂયૉર્કમાં આયોજિત કરેલા ઈવેન્ટમાં લૉન્ચ કરી દીધા છે. એન્ડ્રોઈડ 10 આઉટ ઑફ ધ બૉક્સ ઓએસ સાથે રજૂ કરેલા આ સ્માર્ટફોન્સમાં કંપનીએ અનેક નવા ફીચર્સનો ઉપયોગ કર્યો છે. ખાસ વાત એ છે કે અત્યાર સુધીમાં પિક્સેલ સીરિઝમાં એક જ કેમેરો જોવા મળતો હતો, તો નવી સીરિઝને ડ્યૂઅલ રેર કેમેરા સેટઅપ સાથે લૉન્ચ કરવામાં આવી છે. હાલ કંપનીએ આ સ્માર્ટફોન્સને માત્ર યૂએસના માર્કેટમાં લૉન્ચ કર્યા છે અને ત્યાં ફોન 24 ઑક્ટોબરથી ઉપલબ્ધ થશે. સાથે જ એ જાણકારી આપી છે કે હાલ આ સીરિઝ ભારતમાં નહીં લૉન્ચ કરવામાં આવે.

Google Pixel 4,  Pixel 4 XLના લૉન્ચ સાથે કંપનીએ જાણકારી આપી છે કે આ ફોનને હાલ ભારતીય બજારમાં નહીં લૉન્ચ કરવામાં આવે. કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે દુનિયાભરમાં તેઓ પોતાના પ્રોડક્ટ અલગ અલગ ફેક્ટરના આધાર પર વેચે છે. જેમાં તે દેશા લોકલ ટ્રેન્ડનું ધ્યાન રાખે છે અને હાલ અમે આ ફોનને ભારતમાં ઉપલબ્ધ ન કરાવવાનો નિર્ણય લીધો છે. ભવિષ્યમાં આ ડિવાઈસ ભારતમાં લૉન્ચ કરવામાં આવશે. પરંતુ સ્પષ્ટ કારણનો ખુલાસો નથી કરવામાં આવ્યો.

યૂએસમાં Google Pixel 4ની કિંમત 799 ડૉલર એટલે કે લગભગ 55, 580 રૂપિયા રાખવામાં આવી છે જ્યારે Google Pixel 4 XLની કિંમત 62, 930 રૂપિયા છે. 24 ઑક્ટોબરથી આ ડિવાઈસ ઉપલબ્ધ થશે. જેમાં યૂઝર્સને ક્લિયરી વ્હાઈટ, જસ્ટ બ્લેક અને લિમિટેડ એડિશન કલર ઓહ સો ઑરેન્ડ મળશે.

Google Pixel 4 સીરિઝને આ વખતે એકદમ નવી ડિઝાઈન અને કલર વેરિયેન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દુનિયાનું પહેલું મોશન સેન્સર સાથેનું ડિવાઈસ છે. સાથે તેમાં ફાસ્ટેસ્ટ ફેસ અનલૉક ફીચર પણ છે. ખાસ વાત એ છે કે ફોનને અનલૉક કરવા માટે ટચ કરવાની જરૂર નહીં પડે તમે માત્ર તેને જેસ્ચરથી કંટ્રોલ કરી શકશો.

google tech news