Googleના Pixel ફોન્સ અચાનક થઈ જાય છે બંધ, યુઝર્સ થઈ રહ્યા છે પરેશાન

22 May, 2019 01:50 PM IST  |  મુંબઈ(ટેક ડેસ્ક)

Googleના Pixel ફોન્સ અચાનક થઈ જાય છે બંધ, યુઝર્સ થઈ રહ્યા છે પરેશાન

ગૂગલના પિક્સેલ સ્માર્ટ ફોન્સના યૂઝર્સ થયા પરેશાન

ગૂગલના થોડા દિવસ પહેલા જ લૉન્ત થયેલા ફોન્સ Pixel 3a અને Pixel 3a XL વારંવાર શટ ડાઉન થઈ રહ્યા હોવાની યૂઝર્સ ફરિયાદ કરી રહ્યા છે. કંપનીના બાકીના સ્માર્ટફોનના મુકાબલે આ સ્માર્ટફોન્સની કિંમત ઓછી છે. આ ફોનને યૂઝરને સારો કેમેરો અને સોફ્ટવેરનો અનુભવ આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ ફોન કોઈ પણ વૉર્નિગ વગર બંધ થઈ જાય છે.

યૂઝર્સ કરી રહ્યા છે ફરિયાદ

Reddit પોસ્ટથી મળી જાણકારીઃ આ વાતની જાણકારી Reddit પોસ્ટથી મળી છે. જેમાં યૂઝર્સે લખ્યું છે કે Pixel 3a અને Pixel 3a XL ફોન કોઈ પણ વૉર્નિંગ વિના જ બંધ થઈ જાય છે. Android Policeના રીપોર્ટ પ્રમાણે આ સ્થિતિમાં યૂઝર્સે પોતાનો ફોન હાર્ડ રીબૂટ કરવાનો રહે છે. પાવર બટનને 30 સેકેન્ડ પ્રેસ રાખવાથી ફોન ઓન થઈ જાય છે. અન્ય એક યૂઝરે લખ્યું છે કે તેનો ફોન બે વાર બંધ થઈ ગયો જેના કારણે સવાલે તેમનો અલાર્મ પણ ન વાગ્યો.

આ પણ વાંચોઃ ગૂગલ Pixel 3a, Pixel 3a XL લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ગૂગલે નથી કરી કોઈ ટિપ્પણી

યૂઝર્સે આ પરેશાનીથી બચવા માટે ફોનને સેફ મોડમાં યુઝ કરવાની પણ કોશિશ કરી પરંતુ તેની પરેશાની ઓછી ન થઈ. ત્યારે, કેટલાક યૂઝર્સને તે એવું લાગ્યું કે આ પરેશાની વાઈ-ફાઈના કારણે આવી રહી છે. જો કે, આ સમસ્યાની લઈને ગૂગલે કોઈ આધિકારીક ટિપ્પણી નથી કરી.

technology news google