Google Doodle: 2020ના છેલ્લા દિવસે ગૂગલે બનાવ્યું આ ખાસ ડૂડલ

31 December, 2020 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Google Doodle: 2020ના છેલ્લા દિવસે ગૂગલે બનાવ્યું આ ખાસ ડૂડલ

તસવીર સૌજન્ય જાગરણ

 

દિગ્ગજ સર્ચ એન્જિન કંપની Googleએ ન્યૂયરના ખાસ અવસરે આકર્ષક ડૂડલ બનાવ્યું છે આ ડૂડલને New Year's Eve 2020નામ આપવામાં આવ્યું છે. આ ડૂડલ જોતા જ આમાં એક ઘર દેખાય છે, જેને કલરફુલ બલ્બથી શણગારવામાં આવ્યું છે. આની સાથે જ તેમાં એક ઘડિયાળ પણ દેખાય છે જેમાં 2020 લખેલું છે.

ડૂડલ પર ક્લિર કરતા જ મળે છે નવા વર્ષ સાથે જોડાયેલા સમાચાર
યૂઝર્સ જેવું ગૂગલના ડૂડલ પર ક્લિક કરશે, તો સ્ક્રીન પર ન્યૂ યર સેલિબ્રેશન પેજ ઓપન થશે. અહીં યૂઝર્સને ન્યૂ યર કેવી રીતે સેલિબ્રેટ કરવું અને આની સાથે જોડાયેલા સમાચાર મળશે.

એક્ટ્રેસ જોહરા સહગલ પર પણ બનાવવામાં આવ્યું ડૂડલ
જણાવવાનું કે ગૂગલે આ પહેલા 29 સપ્ટેમ્બર 2020ના રોજ અભિનેત્રી જોહરા સહગલની યાદમાં ડૂડલ બનાવ્યું હતું. જોહરા સહગલની વાત કરીએ તો તે અભિનેત્રીઓમાંની એક હતી, જેમણે 60ના દાયકામાં જ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવી હતી અને તેની સાથે જ અનેક બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

જોહરા સહગલનો જન્મ તો 27 એપ્રિલ, 1912ના ઉત્તર પ્રદેશના સહારનપુરમાં થયો હતો અને તેમનું નિધન 10 જુલાઇ 2014ના થયુ. પણ 29 સપ્ટેમ્બરના રિલીઝ થઈ હતી તેમની ફિલ્મ 'નીચા નગર'. 1946માં રિલીઝ થયેલી તે ફિલ્મ, જેના કારણે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે. એક્ટ્રેસે ઇષ્ટાની મદદથી બની ચેતન આનંદની ફિલ્મ 'નીચા નગર'માં અભિનય કર્યો હતો. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પુરસ્કાર જીતીને આંતરરાષ્ટ્રીય ઓળખ બનાવનારી આ પહેલી ભારતીય ફિલ્મ હતી. આ ફિલ્મ આ દિવસે રિલીઝ કરવામાં આવી હતી.

લૉકડાઉન દરમિયાન આ ગેમનું ગૂગલે બનાવ્યું ડૂડલ
ગૂગલે એપ્રિલમાં લોકો લૉકડાઉન દરમિયાન Fischinger ગેમનું ડૂડલ બનાવ્યું હતું, મ્યૂઝિકલ ગેમ Fischingerની વાત કરીએ તો આ રમવી ખૂબ જ સરળ છે. આમાં અનેક કૉલમ આપવામાં આવી છે અને તમને તમારી ગમતી કૉલર પર ક્લિક કરવાનું હોય છે. દરેક કૉલમમાં તમને અલગ-અલગ મ્યૂઝિક સંભળાશે. તમે ઇચ્છો તો આ બદલી શકો છે.

Fischinger ગેમને Oskar Fischingerની 117મી વર્ષગાંઠના અવસરે રજૂ કરવામાં આવી હતી. Oskar Fischinger મ્યૂઝિકલ ક્ષેત્રની એક દિગ્ગજ તેમજ જાણીતી હસ્તી છે જેમણે મ્યૂઝિકના ક્ષેત્રમાં કેટલાય મોટા પરિવર્તન કર્યા છે. મ્યૂઝિકના ક્ષેત્રમાં આપવામાં આવતો સૌથી મોટો અવૉર્ડ Oskar પણ તેમને સમર્પિત છે.

google tech news technology news