Google assistantને ભારતીયો લગ્ન માટે કરી રહ્યા છે પ્રપોઝ !

31 January, 2019 10:15 AM IST  | 

Google assistantને ભારતીયો લગ્ન માટે કરી રહ્યા છે પ્રપોઝ !

ગૂગલે ટ્વિટ કરીને પૂછ્યો સવાલ

ભારતમાં યુવાનો સામે યુવતીઓનો રેશિયો ઓછો છે. પરિણામે દેશમાં લાખો યુવાનોના લગ્ન મોડા થાય છે. આ વાત જુદા જુદા સર્વેમાં સામે આવી રહી છે. પરંતુ ભારતીય યુવાનોના આ પ્રોબ્લેમનો ભોગ ગુગલ બની રહ્યું છે. એટલે સુધી કે ગૂગલ ઈન્ડિયાએ આ મામલે ટ્વિટ પણ કર્યું છે.

જી હાં, યુવાનોના લગ્નની બાબત હવે છેક ગૂગલ સુધી પહોંચી છે. અને આ બાબતથી કંટાળેલા ગુગલે પણ ટ્વિટ કરીને પુછવું પડ્યું કે,'અમે ખરેખર જાણવા માગીએ છીએ કે તમે ગૂગલ આસિટન્ટને લગ્ન માટે પૂછો છો.' વિશ્વાસ ન આવતો હોય તો આ નીચે રહેલું ટ્વિટ જોઈ લો.

 

ટ્વિટમાં ગૂગલ ઈન્ડિયાએ વાપરેલા 19 વખત really શબ્દ વાપર્યો છે. આના પરથી સમજી શકાય છે કે ગૂગલ આસિસટન્ટને કેટલી સંખ્યામાં લોકો લગ્ન માટે પૂછી શકે છે.

કેવી રીતે એક્ટિવ કરશો Google assitant ?

ગૂગલ આસિટન્ટ એક્ટિવ કરવા માટે તમારા ફોનમાં હોમ બટન દબાવો અને તેને હોલ્ડ રાખો.
ટર્મ્સ એન્ડ કન્ડીશન એક્સેપ્ટ કરવા માટે એગ્રી બટન પર ટેપ કરો
વોઈસ કમાન્ડ એક્ટિવ કરો, હવે continue પર ક્લિક કરો
બાદમાં ok google ટોગલને ટર્ન ઓન કરો
આ સ્ટેપ્સને અનુસર્યા બાદ ગૂગલ તમને આસિસ્ટ કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચોઃ1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે તમારી TV જોવાની રીત, જાણો વિગતો

કેવી રીતે ઉપયોગી છે ?

ગૂગલ આસિટન્ટના ઉપયોગથી તમે દરેક કમાન્ડ બોલીને આપી શકો છો.
ગૂગલ આસિટન્ટ એક્ટિવ કર્યા પછી તમારે કોઈ પણ મેનુંમાં જવાની જરૂર રહેતી નથી.
તમે જે પણ એક્ટિવિટ કરવા ઈચ્છો તે બોલીને કમાન્ડ આપી શકો છો.

google tech news