Google Bolo એપ થઈ લૉન્ચ, બાળકોને ફ્રીમાં શીખવશે હિંદી અને અંગ્રેજી

07 March, 2019 02:57 PM IST  |  નવી દિલ્હી(ટેક ડેસ્ક)

Google Bolo એપ થઈ લૉન્ચ, બાળકોને ફ્રીમાં શીખવશે હિંદી અને અંગ્રેજી

ગૂગલે બોલો એપ્લિકેશન કરી લૉન્ચ

ટેક કંપની અને એંડ્રૉઈજ ઑપરેટિંગ સિસ્ટમ બનાવતી કંપની ગૂગલે બાળકોને હિંદી અને અંગ્રેજી શીખવવા માટે Google Bolo એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનનું અર્લી એક્સેસ હાલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનને હાલ માત્ર એંડ્રૉઈડ ડિવાઈસ માટે જ લૉન્ચ કરવામાં આવી છે. આ એપને એંડ્રૉઈડ કિટકેટ વર્ઝન 4.4ની ઉપરના તમામ ઑપરેટિંગ સિસ્ટમમાં ઉપયોગ કરી શકાય છે.

આ એપ્લિકેશન પ્રાથમિક શાળાના બાળકોને હિંદી અને અંગ્રેજી શીખવાડશે. કંપનીના પ્રમાણે, આ એપ આર્ટિફિશિયલ ઈંટેલિજંસથી સજ્જ ટેક્સ્ટ-ટૂ-સ્પીચ ટેક્નિક પર કામ કરે છે. આ એપ્લિકેશનને માત્ર ભારતીય યૂઝર્સ માટે જ લૉન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનને ઈન્સ્ટૉલ કરતા જ તેમાં એક એનિમેટેડ કેરેક્ટર આવે છે અને બાળકોને વાર્તાઓ વાંચવા માટે પ્રોત્સાહિત કરે છે. જો બાળકો કોઈ શબ્દનું ઉચ્ચારણ ન કરી શકે તો તે ઉચ્ચારણ કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય વાર્તા પૂરી કરે ત્યારે બાળકોનું મનોબળ પણ વધારે છે.


ગૂગલ ઈન્ડિયાના પ્રૉડક્ટ મેનેજર નિતિન કશ્યપે કહ્યું કે, અમે આ એપ્લિકેશનને એવી રીતે ડિઝાઈન કર્યું છે કે તે ઑફલાઈન પણ કામ કરી શકી છે. આ માટે 50 એમબીની એપ્લિકેશન ઈન્ટસ્ટૉલ કરવી પડશે. આમાં હિંદી અને અંગ્રેજીની લગભગ 100 વાર્તાઓ આપવામાં આવી છે. તેને આપ ફ્રીમાં પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશો.

આ પણ વાંચોઃ Samsung Galaxy A સીરિઝ ફોન રિવ્યૂ, જાણો કેવા છે આ ફોન

ગૂગલની આ એપ્લિકેશન ઉત્તર પ્રદેશના લગભગ 200 ગામમાં પરીક્ષણ કરીને ડેવલપ કરવામાં આવી છે. પરીક્ષણના પરિણામો ઉત્સાહજનક રહેતા તેને તમામ યૂઝર્સ માટે રજૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશન અન્ય ભારતીય ભાષામાં પણ રજૂ કરવાનો વિચાર છે.

google tech news