Google Doodle: PhD કરનારી પહેલી ભારતીય મહિલા કમલા સોહોનીને આ રીતે કરી યાદ

18 June, 2023 04:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Google Doodle Kamala Sohonie: ગૂગલે રવિવારે કમલા સોહોનીની 112મી જયંતી પર ખાસ ડૂડલ (Google Doodle) બનાવીને આને સેલિબ્રેટ કર્યો છે. તેમનો જન્મ 18 જૂન 1911ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો.

ગૂગલ ડૂડલ

Google Doodle Kamala Sohonie: રૂઢિવાદી પરંપરાઓને તોડીને વિશ્વમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવનારા એક દૂરદર્શી ભારતીય બાયોકેમિસ્ટ કમલા સોહોનીની આજે, 18 જૂનના રોજ 112મી જયંતી છે. ગૂગલે રવિવારે કમલા સોહોનીની 112મી જયંતી પર ખાસ ડૂડલ (Google Doodle) બનાવીને આને સેલિબ્રેટ કર્યો છે. તેમનો જન્મ 18 જૂન 1911ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો.

કમલા સોહોની ભારતની તે મહિલા છે જેમણે વિજ્ઞાનના ક્ષેત્રમાં મહિલાઓ માટે દરવાજા ખોલ્યા હતા. કમલા સોહોની, 1939માં પીએચડીની ડીગ્રી મેળવનારી પહેલી ભારતીય મહિલા, એક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં, વિજ્ઞાનમાં મહિલાઓ માટે ઓછા પ્રતિનિધિત્વના સમયમાં મુશ્કેલીઓનો સામનો કરતા તેમને `નીરા` પર તેમના કામ માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો અને તે બૉમ્બેમાં રૉયલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ સાયન્સનાં પહેલા મહિલા નિદેશક પણ હતાં. Google ડૂડલમાં કમલા સોહોનીને બતાવવામાં આવ્યા છે, જે `નીરા` પર પોતાના અગ્રણી કામને પ્રદર્શિત કરે છે.- એક તાડના અમૃતથી બનેલું પેય જે પોતાના હાય વિટામીન સી કોન્ટેન્ટ માટે જાણીતું છે.

પીએચડી કરનારી પહેલી ભારતીય મહિલા
સોહોનીનો જન્મ આ દિવસે 1911માં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેમણે બોમ્બે યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો, 1933માં તેમના વર્ગમાં ટોચનું સ્થાન મેળવ્યું અને સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યાર બાદ તેમણે સાયન્સથી આગળ ભણવા માટે ભારતના પ્રતિષ્ઠિત ભારતીય વિજ્ઞાન સંસ્થાન ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઑફ સાયન્સ (IISc), બેંગ્લોરમાં એડમિશન લીધું. સંસ્થાના ડિરેક્ટર દ્વારા લાદવામાં આવેલી ઘણી મુશ્કેલીઓ અને શરતો હોવા છતાં, તેણીએ ક્યારેય હાર માની નહીં અને કોઈપણ ભારતીય વિજ્ઞાન સંસ્થામાં પ્રવેશ લેનારી પ્રથમ ભારતીય મહિલા બની. આ ઉપરાંત કમલા સોહોની પીએચડી કરનાર પ્રથમ ભારતીય મહિલા પણ હતાં.

વિદેશ જઈને ભણ્યા, 14 મહિનામાં કરી મહત્વની ખોજ
સોહોની વિદેશમાં ગયા અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંશોધન શિષ્યવૃત્તિ જીતી, જ્યાં તેમણે સાયટોક્રોમ સીની મહત્વપૂર્ણ શોધ કરી, એક એન્ઝાઇમ જે છોડના તમામ કોષોમાં ઊર્જા ઉત્પાદન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માત્ર 14 મહિનામાં તેણે આ શોધ પર પીએચડી થીસીસ પૂર્ણ કરી લીધી હતી.

`નીરા` માટે રાષ્ટ્રપતિ પાસેથી મળ્યું પુરસ્કાર
ભારત પરત ફર્યા પછી, સોહોનીએ ચોક્કસ ખોરાકના પોષક લાભોનો અભ્યાસ કર્યો અને `નીરા` નામના પોષણક્ષમ આહાર પૂરવણીના વિકાસમાં યોગદાન આપ્યું. ખજૂરના અમૃતમાંથી બનાવેલ, આ પીણું વિટામિન સીથી સમૃદ્ધ છે અને કુપોષિત બાળકો અને સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્યને સુધારવામાં અસરકારક સાબિત થયું છે. તેમને `નીરા` પરના તેમના કામ માટે રાષ્ટ્રપતિ તરફથી એવોર્ડ પણ મળ્યો હતો અને બોમ્બેમાં રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સની પ્રથમ મહિલા ડિરેક્ટર પણ બની હતી.

google tech news technology news india