ગૂગલે ડૂડલ બનાવીને ભારતીય સ્વીમર આરતી સાહાને કરી યાદ

24 September, 2020 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ગૂગલે ડૂડલ બનાવીને ભારતીય સ્વીમર આરતી સાહાને કરી યાદ

તસવીર સૌજન્ય ગૂગલ

ગૂગલે (Google) ગુરુવારે ભારતીય (Indian Swimmer) સ્વીમર આરતી (Arti Saha) સાહાની 80મી જયંતી પર ડૂડલ (Doodle) બનાવ્યું હતું. 1960માં પદ્મશ્રી દ્વારા સન્માનિત થનારી પહેલી મહિલા હતી. ગૂગલ તરફથી લોકોને મેસેજ આપવા અને આવી રીતે યાદ કરવા માટે ડૂડલ બનાવે છે. ગૂગલ અવારનવાર કોઇક ને કોઇક મહાન વ્યક્તિઓને યાદ કરતા આ લોકોને જાગૃત કરવા ડૂડલ બનાવે છે.

સાહાનો જન્મ 24 સપ્ટેમ્બર, 1940ને કોલકાતા (ત્યારે બ્રિટિશ ભારત)માં તેમણે હુગલી નદી કિનારે તરતાં શીખી. પછી તેણે ભારતના સર્વશ્રેષ્ઠ પ્રતિસ્પર્ધી તરવૈયામાંના એક સચિન નાગની આગેવાની હેઠળ શિક્ષણ મેળવ્યું. પાંચ વર્ષની ઉંમરમાં સાહાએ પોતાનું પહેલું સુવર્ણ પદક જીત્યો હતો. 11 વર્ષની ઉંમર સુધી તેણે ઘણાં સ્વીમિંગ રેકૉર્ડ તોડી દીધા હતા.

12 વર્ષની ઉંમરમાં સાહાએ ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં 1952ના ગ્રીષ્મકાલીન ઓલમ્પિકમાં ભાગ લીધો. તે ભાગ લેનારી ભારતની પહેલી ટીમમાં સામેલ હતી. સાહા ટીમમાં સામેલ ચાર મહિલાઓમાંની એક હતી. 18ની ઉંમરે, તેણે ઇંગ્લિશ ચેનલ પાર કરવાનો પ્રયત્ન કર્યો. એક અસફળ પ્રયત્ન પછી, તે પ્રવાસ કરવામાં સફળ રહી. આમ કરનાર તે પહેલી એશિયન મહિલા બની.

ગુરુવારે ગૂગલે સાહાને ઇંગ્લિશ ચેનલ પાર કરતી બતાવી, સાથે જ તેની તસવીરને કંપાસ સાથે દોરી છે. આ ફોટો કોલકાતાના કલાકાર લાવણ્યા નાયડૂએ બનાવ્યો હતો.

google tech news technology news