ગૂગલ ડૂડલ બનાવીને અનોખા અંદાજમાં ઉજવી રહ્યું છે પોતાનો 22મો જન્મદિવસ

27 September, 2020 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગૂગલ ડૂડલ બનાવીને અનોખા અંદાજમાં ઉજવી રહ્યું છે પોતાનો 22મો જન્મદિવસ

ગૂગલના 22માં જન્મદિવસે બનાવવામાં આવેલું વિશેષ ડૂડલ

દુનિયાભરમાં આગાવી ઓળખ ધરાવતું સર્ચ એન્જિન ગૂગલ આજે પોતાનો 22મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ પ્રસંગે ગૂગલે પોતાના ખાસ અંદાજમાં એક ડૂડલ બનાવ્યું છે. ડૂડલમાં ગૂગલના તમામ આલ્ફાબેટને દર્શાવ્યા છે. જેમાં ગૂગલના પહેલા અક્ષરને એક લેપટૉપ સ્ક્રીનની સામે બતાવ્યો છે. તો વળી બાકીના પાંચ આલ્ફાબેટને એક ફ્રેમમાં બતાવવામાં આવ્યા છે. આમ ગૂગલ ડૂડલ બનાવીને અનોખા અંદાજમાં ઉજવી રહ્યું છે પોતાનો 22મો જન્મદિવસ.

સર્ચ એન્જિન ગૂગલની સ્થાપના વર્ષ 1998માં થઇ હતી. તેની સ્થાપના કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે પીએચડી વિદ્યાર્થીઓ લેરી પેજ અને સર્ગી બ્રિને કરી હતી. લેરી પેજ અને સર્ગી બ્રિને ગૂગલને ઓફિશ્યલ લૉન્ચ કરતા પહેલા આનુ નામ 'Backrub' રાખ્યું હતું. સમયની સાથે બાદમાં નામ ગૂગલ પડ્યું. હવે આખી દુનિયા આ જ નામથી ઓળખે છે. આને દુનિયાભરમાં દરેક પ્રકારની જાણકારીને શૅર કરવા માટે બનાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શરૂઆતી સમયમાં ગૂગલનો જન્મદિવસ અલગ અલગ તારીખો પર ઉજવવામાં આવ્યો હતો. ગૂગલ પોતાનો જન્મદિવસ વર્ષ 2005 સુધી સાત સપ્ટેમ્બરને ઉજવતું રહ્યું છે. ત્યારબાદ ગૂગલનો જન્મદિવસ 8 સપ્ટેમ્બર અને 26 સપ્ટેમ્બરે પણ ઉજવવામાં આવ્યો છે. તાજેતરમાં જ ગૂગલે પોતાનો જન્મદિવસ 27 સપ્ટેમ્બરે ઉજવવાનુ શરૂ કર્યું છે.

ગૂગલ દુનિયાભરમાં ખાસ પ્રસંગને ડૂડલ દ્વારા સેલિબ્રિટ કરે છે. વર્ષ 1998થી જ ગૂગલે પોતાનુ ડૂડલ બનાવવાની શરૂઆત કરી દીધી હતી. ગૂગલે પહેલુ ડૂડલ બર્નિંગ મેન ફેસ્ટિવલના સન્માનમાં બનાવ્યુ હતુ. ગૂગલ દુનિયાભરમાં 100થી વધુ ભાષાઓમાં કામ કરી રહ્યું છે.

ગૂગલે પોતાના 22માં જન્મદિવસે બનાવેલું ડૂડલ દેખાવમાં ખુબ જ આકર્ષક છે. ડૂડલમાં ગૂગલના તમામ આલ્ફાબેટને દર્શાવ્યા છે. જેમાં ગૂગલના પહેલા અક્ષરને એક લેપટૉપ સ્ક્રીનની સામે બતાવ્યો છે. તો વળી બાકીના પાંચ આલ્ફાબેટને એક ફ્રેમમાં બતાવવામાં આવ્યા છે.

technology news tech news google