Googleનું મોટું પગલુ, 30 લાખથી વધુ અકાઉન્ટ પર મૂક્યો બૅન

26 June, 2019 09:07 AM IST  |  મુંબઈ

Googleનું મોટું પગલુ, 30 લાખથી વધુ અકાઉન્ટ પર મૂક્યો બૅન

ગૂગલે ગત વર્ષે પોતાની મેપ સર્વિસ ગૂગલ મેપ પરથી 30 લાખથી વધુ બોગસ વ્યાપારિક અકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે. કંપનીના બ્લોગ પ્રમાણે બોગસ અકાઉન્ટ દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી થવાની શક્યતા છે. ગૂલે કહ્યું છે કે કેટલીકવાર વેપારીઓ દગાખોરી કરીને લાભ મેળવવા માટે લોકલ લેવલ પર લિસ્ટિંગ કરતા રહે છે. ગૂગલ લોકોને વેપાર સાથે જોડાવવા માટે કોન્ટેક્ટ્સ અને તેમના સુધી પહોંચવાનો રસ્તો બતાવવા સહિતની સેવા આપે છે.

મફત સેવાના પણ લેતા હતા પૈસા

ગૂગલ મેપના ડિરેક્ટર ઈથન રસેલે તાજેતરમાં જ એક બ્લોગમાં કહ્યું કે આ પ્રકારના દગાખોર વેપારીઓ ગ્રાહકો પાસેથી એવી સેવાના પૈસા લેતા હતા જે હકીકતમાં મફતમાં મળે છે. તેઓ પોતાને ઓરિજિનલ વેપારી બતાવીને ગ્રાહકોને છેતર છે. તેમણે કહ્યું કે ગૂગલ એવી ટેક્નોલોજી વાપરે છે, જેનાથી તેમના પ્લેટફોર્મનો દુરુપયોગ અટકાવી શકાય.

85 ટકા બોગસ અકાઉન્ટ હટાવાયા

રસેલે કહ્યું કે,'ગત વર્ષે 30 લાખથી વધુ બોગસ અકાઉન્ટ સસ્પેન્ડ કરાયા હતા. જેમાંથી 90 ટકા બોગસ બિઝનેસ અકાઉન્ટ એવા હતા, જેને કોઈ ગ્રાહક ખોલી પણ નહોતો શક્યો. આ પ્રક્રિયામાં લગભગ 85 ટકા બોગસ અકાઉન્ટને ઈન્ટરનલ ટેક્નોલોજી દ્વારા હટાવવામાં આવ્યા છે.'

ગ્રાહકોએ અઢી લાખથી વધુ બોગસ અકાઉન્ટની કમ્પલેન કરી હતી. કંપનીએ આવા દુરુપયોગ કરનાર દોઢ લાખથી વધુ બોગસ અકાઉન્ટ હટાવી દીધા જે 2017ની સરખામણીમાં 50 ટકાથી વધુ છે. રસેલે કહ્યું કે કંપની આવા બોગસ અકાઉન્ટ હટાવવા માટે નવા પગલાં લઈ રહી છે.

google tech news